પરિવારજનો ચિંતિત:શાપુર નજીકની ઓઝત નદીમાં ન્હાવા પડેલ ધોરાજીનાં યુવકનો મૃતદેહ મળ્યો

વંથલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનડીઆરએફની ટીમ, મામલતદાર, ટીડીઓ સ્થળ પર દોડી ગયા હતા

વંથલી પંથકના શાપુર નજીકની ઓઝત નદીમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડુબી ગયો હોવાના સમાચારથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. અને બીજા દિવસે મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

વંથલી પાસે આવેલ શાપુર ગામ નજીક ઓઝત નદીમાં ધોરાજીના શાકીર સર્વદી નામનો યુવાન ન્હાવા પડ્યો હોય અને ડુબી ગયો હોય આ બનાવની જાણ થતા સ્થાનિક તરવૈયા, એનડીઆરએફની ટીમ, મામલતદાર, ટીડીઓ, 108 સ્થળ પર પહોંચી હતી. અને શોધખોળ શરૂ કરી હતી. અને બીજા દિવસે મૃતદેહ હાથ લાગ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. મૃતક યુવક 3 બહેનો વચ્ચે એકનો એક જ ભાઈ હોય પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...