કેરીનો પાક નિષ્ફળ:વંથલી પંથકમાં કેસર કેરીમાં સોનમાખનો ડંખ

શાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વંથલી પંથક બાગાયતી પાકોનું માટેનું હબ કહેવાય છે અહીં કેસર કેરી, ચીકુ ,રાવણા જેવા ફળોનું મબલખ ઉત્પાદન થાય છે.હાલ આ પંથકમાં કેસર કેરી ની સીઝનમાં આંબામાં સોનમાંખ આવી જતા કેરીમાં સડો બેસી જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે પહેલા તાઉતે વાવાઝોડામાં આંબાના બગીચાને વ્યાપક નુકશાન થયું છે તેમજ અનિયમિત વાતાવરણ ,અસહ્ય ગરમીને કારણે માત્ર 20 થી 30 ટકા ઉત્પાદન થવાનો અંદાજ છે.

ત્યારે હજી કેરી ઉતારવાની શરૂઆત થઈ નથી ત્યાં સોનમાંખ નામની જીવાતનો ઉપદ્રવ ફેલાતા કેરી આંબા પર સડીને ખરી રહી છે આ અંગે વંથલીના ખેડૂત અદનાનભાઈ ડામરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ચાલુ વર્ષ આ પંથકમાં કેરીનો પાક ખૂબ ઓછો એટલે કે માત્ર 20 થી 30 ટકા થવાનો અંદાજ છે હજી તો કેરી ઉતારવાનું શરૂ પણ નથી કર્યું.

અન્ય સમાચારો પણ છે...