તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વંથલીમાં તસ્કરો ત્રાટક્યા : 9 દુકાનનાં તાળા તોડી રૂપિયા 65,700 ચોરી કરી

શાપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દ્વારા વંથલી પોલીસમાં નોધાવવામાં આવી ફરિયાદ

વંથલીના મેમણ પ્લાઝામાં આવેલા નવ દુકાનોને અજાણ્યા શખ્શોએ નિશાન બનાવી હતી. અને રૂપિયા 65,700ની માલમતા ઉસેડી ગયા હતાં. ચોરીનાં પગલે વંથલી શહેરમાં ચકચાર વ્યાપી ગઈ છે.ગઈ રાત્રીના વંથલીમાં જ્યાં કેબિનેટ મંત્રીનું કાર્યાલય આવેલું છે તે મેમણ પ્લાઝામાં આવેલી 9 જેટલી દુકાનોને અજાણ્યા શખ્શોએ નિશાન બનાવી હતી. જેમાંથી 7 દુકાનોમાંથી રોકડ રૂપિયા 58000, મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 4100 તેમજ અન્ય વસ્તુ મળી કુલ 65700 નો મુદામાલ ચોરી કરી ગયા હતાં.વહેલી સવારે વેપારીઓને જાણ થતા વંથલી પોલીસને જાણ કરતા પીએસઆઈ બી.કે.ચાવડા તેમજ સ્ટાફે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.આ અંગે વેપારી ફારૂકભાઈ રફીકભાઇ વાજાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

કેમેરા લગાવવા લોકોની માંગણી
અત્યારના સમયમાં પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા કેમેરા એક મહત્વનું પાસું હોય ત્યારે વંથલી શહેરમાં હાલ સી.સી.કેમેરાનું કોઈ અસ્તિત્વ જ નથી. ભૂતકાળમાં વેપારીઓ તેમજ લોકોના સહકારથી કેમેરા લગાવાયા હતા. પણ હાલ આ કેમેરાનું બાળમરણ થઇ ગયું છે. ભૂતકાળમાં પણ અનેક ચોરીના બનાવો બન્યાં છે. તાત્કાલિક સી.સી. કેમેરા લગાવવામાં આવે તેવી વંથલીની જાહેર જનતા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...