તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નોટ ફોર સેલ લખેલી ક્લોરિન ટેબ્લેટ માટે 4.95 લાખનું બિલ મૂકવા તજવીજ

વંથલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વંથલી નગરપાલીકાના પૂર્વ પ્રમુખે ચીફ ઓફિસરને કરી ફરિયાદ

વંથલી નગરપાલીકા દ્વારા થોડા સમય પહેલાં રૂ. 4,95,000 ની ક્લોરિનેશન ટેબ્લેટની ખરીદી કરવામાં આવી. આથી પાલિકાના પૂર્વ પ્રમુખે ચીફ ઓફિસરને તેના બીલોન ચૂકવવાની રજૂઆત કરી છે. વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજભાઇ હારૂનભાઇ વાજાએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છેકે, વંથલી નગરપાલિકાએ જે રૂ. 4,95,000 ની ક્લોરીનેશન ટેબ્લેટ મંગાવી છે એના પર નોટ ફોર સેલ એટલેકે, વેચવા માટે નથી એવું લેબલમાં લખ્યું છે. આથી તેના બિલનો ચુકાદો કરવો નહીં.

જો ચૂકાદો કરાશે તો જે અધિકારી-પદાધિકારી તેને મંજૂરી આપશે અને વાઉચરમાં જેની સહી થશે અને ચૂકાદાના ચેકમાં જેની સહી અને માલ આવ્યાનો શેરો હશે તેની સામે કાયદાકિય કાર્યવાહી કરાશે. આ ટેબ્લેટ સરકારમાં માંગણી કર્યેથી વિનામૂલ્યે મળે છે. આથી કોના ઇશારે નાણાંનો વ્યય થાય છે એવો સવાલ પણ કરાયો છે. આ સાથે એજન્સીમાંથી સરકારમાંથી જે કંપનીને સર્ટીફિકેટ સરકારે ઇસ્યુ કર્યું હોય એવું સર્ટીફિકેટ આ એજન્સી પાસેથી માંગવું. જો એજન્સી પાસે આ સર્ટીફિકેટ ન હોય તો આ માલ ક્યાંથી આવ્યો એ પણ એક સવાલ છે.

એની પાસે કોઇ મુદ્દો નથી: ઉપપ્રમુખ
એમની પાસે અમારી વિરૂદ્ધ કોઇ મુદ્દો નથી. અને સત્તા નથી એટલે રઘવાયા થયા છે. તેમની સામે 11.50 લાખનો દંડ ભરવાનું આવ્યું છે. એટલે એ ઢાંંકવા માટે વાહિયાત આક્ષેપો કરે છે. આ ટેબ્લેટો માટે ટેન્ટર બહાર પાડીને ઓછા ભાવે આવ્યું એની પાસેથી સપ્લાય લીધી છે. અને એનું બાંહેધરીપત્રક પણ છે. નોટ ફોર સેલ એ તો કોઇ બહાર તે વેચી ન શકે એ માટે લખેલું હોય છે. - પ્રશાંત વાજા, ઉપપ્રમુખ, વંથલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...