માંગ:વંથલી શહેરમાં 32 માંથી 20 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં

શાપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસામાજીક તત્વો, ગુનેગારોને મોકળું મેદાન

વંથલી નગરપાલિકા દ્વારા લગાવાયેલા અનેક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તસ્કરો, અસામાજીક તત્વો, ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે બંધ કેમેરા સત્વરે ચાલુ કરાવવા માંગ ઉઠી છે. આ અંગે મળતી વિગત મુજબ વંથલી શહેરમાં કુલ 40 સીસીટીવી કેમેરા લગાવવાના હતા. જોકે, 32 સીસીટીવી કેમેરા જ ફિટ કરાયા હતા. એમાંપણ હાલ માત્ર 12 કેમેરા જ ચાલુ હોય 20 કેમેરા બંધ છે. ત્યારે રાજકીય કાવાદાવામાં રચ્યા પચ્યા રહેતા નગરપાલિકાના રાજકીય અગ્રણીઓ પ્રજાની સલામતી માટે સીસીટીવી કેમેરા સત્વરે ચાલુ કરાવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરાઇ છે.

કેમેરા રિપેરીંગ કામગીરી શરૂ થઇ જશે
કુલ 40માંથી 32 સીસીટીવી કેમેરા લગાવાયા છે.બાકીના 8 કેમેરા લગાવવામાં આવશે તેમજ વાઇરીંગના અભાવે જે કેમેરા બંધ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. > દિવ્યેશ જેઠવા, વંથલી શહેર ભાજપ પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...