બેદરકાર તંત્ર:વંથલીના પ્રાચીન ઐતિહાસિક વારસાની ઘોર ઉપેક્ષા

વંથલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વામન મંદિર, સૂર્યકુંડ,ગંગનાથ મહાદેવ, ભાણાવાવ મંદિર, જૈન દેરાસરો આ નાનકડી નગરીને અપાવી શકે છે વિશ્વના નકશામાં સ્થાન

વંથલીના પ્રાચીન ઐતિહાસિક ધરોહર સમાન વારસાની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. જ્યાં ભગવાન વામનજીનું વિશ્વમાં એક માત્ર મંદિર આવેલ છે. તે જૂનાગઢ- સોમનાથ હાઇવે પર આવેલ વંથલી શહેરમાં અનેક પુરાતન સ્થળો ધૂળ ખાઈ રહ્યા છે. છતાં આજ દિન સુધી તેના જીર્ણોદ્ધાર માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રાજકારણ મામલે સૌરાષ્ટ્રમાં કાયમી ચર્ચાના કેન્દ્રમાં રહેતા જૂનાગઢ પાસેના વંથલી નગરમાં બહારના કોઈ લોકોની કલ્પના બહાર સમૃદ્ધ પ્રાચીન વારસો પડ્યો છે. પરંતુ આ ઐતિહાસિક વારસાની જાળવણી પ્રત્યે તંત્ર સાવ નિષ્ફળ પુરવાર થયું છે.

સમગ્ર વિશ્વમાં ભગવાન વામનજીનું એકમાત્ર મંદિર તેમજ બીજી તરફ બલીરાજાના સમયની અનેક ધાર્મિક માન્યતા ધરાવતો સુંદર સ્થાપત્ય કલાની બાંધણી ધરાવતો સૂર્યકુંડ પણ આવેલ છે. તેમજ દેવાયત પંડિતે સ્થાપેલું સ્થાપત્યના નમૂના સમાન ગંગનાથ મહાદેવ પ્રાચીન અને પ્રાચીન ભજનોમાં વણાયેલ ભાણાવાવ મંદિર પણ છે. મંદિર પાસે પ્રાચીન વાવ અને લગ્ન મંડપ છે અને સાથે જૈનો બધા તીર્થમાં દર્શન કર્યા બાદ જ્યાં યાત્રા પુરી કરે છે તેવા પ્રાચીન જૈન દેરાસર પણ વંથલીમાં આવેલ છે ત્યારે આ ઐતિહાસિક વારસાનું જતન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...