તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ભારે રોષ:સાબલી, રાતડો ડેમ સૌની યોજનામાંથી બાકાત, સોમવારે ધરતીપુત્રો એકઠા થશે

માણેકવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી જતા આવેદન આપશે

વંથલી પંથકના ખોરાસા સ્થિત સાબલી ડેમ અને રાજાવડના રાતડા ડેમનો સૌની યોજના હેઠળ સમાવેશ ન કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યોં છે. અને સૌની યોજના હેઠળ આ બંન્ને ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ વર્ષે નહિવત વરસાદના લીધે અનેક ડેમમાં તળીયા દેખાયા છે.

જો હજુ પણ વરસાદ નહીં પડે તો આગામી દિવસોમાં સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની પણ અછત સર્જાઈ શકે છે. ત્યારે જ સાબલી અને રાતડો ડેમને સૌની યોજના હેઠળ સમાવેશ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યોં છે. આ બાતે આગામી સોમવારે કેશોદ નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

ક્યાં-ક્યાં ગામને ફાયદો ?
જો આ બંન્ને ડેમ સૌની યોજના હેઠળ ભરવામાં આવે તો રાજાવડ, આંબલા, રાજેશર, પ્રાસલી, માણેકવાડા, નોજણવાવ, સાંગરસોલા, મઘરવાડા, ડેરવાણ, મંગલપુર, ચિત્રી, લુશાળા, અગતરાય સહિતના ગામોને ફાયદો થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...