તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:વંથલી પાલિકાના 10 કોંગી સભ્યોને ગેરલાયક ઠરાવવાની અરજી ફગાવાઇ

વંથલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વંથલી નગરપાલિકામાં 10 સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે તેમના કોંગ્રેસ પક્ષના વ્હીપને બદલે ભાજપના ટેકાથી નવી બોડી બનાવી હતી. આથી તેઓને ગેરલાયક ઠરાવવાની અરજી થઇ હતી. જેને નામોદિષ્ટ અધિકારીએ ફગાવી દીધી છે.

વંથલી નગરપાલિકાના સભ્ય તૌસિફભાઇ રફીકભાઇ અઝિઝે કોંગ્રેસના 10 સભ્યોને પક્ષાંતર ધારાની જોગવાઇનો ભંગ કરવા બદલ સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાની માંગી સાથેની અરજી રાજ્યના નામોદિષ્ટ અધિકારી સમક્ષ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂંટાયેલા છે. અને તેઓને પક્ષના મેન્ડેટ થકી પ્રમુખ તરીકે લીલાવતીબેન અજયભાઇ વામજા અને ઉપપ્રમુખ તરીકે અંજુમભાઇ વલીભાઇ ગબલની તરફેણમાં મતદાન કરવા વ્હીપ આપ્યો હતો. છત્તાં આ 10 સભ્યોએ પ્રમુખ તરીકે નિર્મલાબેન જયંતિભાઇ કલોલા અને ઉપપ્રમુખ તરીકે પ્રશાંતભાઇ મહેશભાઇ વાજાને બેસાડ્યા હતા. આ માટે તેઓએ ભાજપના સભ્યોનો ટેકો મેળવ્યો હતો.

આ રીતે બળવો કરીને પક્ષના વ્હીપનો ભંગ કર્યો હતો. આ કિસ્સામાં બંને પક્ષના વકીલોની દલીલોના અંતે રાજ્યોના નામોદિષ્ટ અધિકારી દિલીપ રાવલે હુકમ કર્યો હતો કે, વંથલી નગરપાલિકાની તા. 24 ઓગષ્ટ 2020 ની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો ઓથોરાઇઝ્ડ વેલિડ વ્હીપ ઇસ્યુ થયો હોય એ સ્પષ્ટપણે પુરવાર થતું નથી. આથી વ્હીપની અધિકૃત સત્તા અંગેનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આથી આ 10 સભ્યોને વેલિડ વ્હીપનો બજવણી સેવાના જ્ઞાનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેઓને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. જે આજે પણ કોંગ્રેસના સભ્યો હોવાનું દર્શાવ્યું છે. અને તેઓએ કોંગ્રેસનું સભ્યપદ સ્વૈચ્છિક રીતે છોડેલું હોવાનું પણ પુરવાર થતું નથી. આથી તૌસિફભાઇ રફીકભાઇ અઝિઝની અરજી નામંજૂર કરાઇ હતી.

આ 10 સભ્યોને ગેરલાયક ઠરાવવા અરજી થઇ હતી
નિર્મળાબેન જયંતિભાઇ કલોલા, જ્યોત્સનાબેન અશોકભાઇ શોભાસણા, મયુરભાઇ મનસુખભાઇ ટીલવા, લીનાબેન કિર્તીભાઇ ત્રાંબડિયા, નિકુંજભાઇ વલ્લભભાઇ હદવાણી, ઇમરાનભાઇ મહંમદભાઇ સોખડા, શાંતાબેન હેમંતભાઇ વાણવી, સીરાઝ અ.સલામભાઇ અઝિઝ, પ્રશાંતભાઇ મહેશભાઇ વાજા અને રીપેશભાઇ અરવિંદભાઇ બારિયા.

અન્ય સમાચારો પણ છે...