તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ખોરાસા સ્થિત સાબલીડેમના પાણીથી સાંગરસોલા ગામનું તળાવ ભરવા માંગ

માણેકવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 થી વધુ કુવા રિચાર્જ થઈ શકે, હાલ તો શિયાળુ પાક પર પણ જોખમ

વંથલી પંથકના ખોરાસા ગામે સાબલી નદી પરનો ડેમ હાલ પાણીથી છલોછલ છે. જેથી આ પંથકમાં પાણીના તળ ઉંચા આવ્યા છે. અને આ ડેમના પાણીથી સાંગરસોલા ગામનું તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

કેશોદ પંથકના સાંગરસોલા ગામે તળાવ આવેલું છે. જે સાબલી ડેમ થી માત્ર 500 મીટર દૂર છે અને આ વર્ષે ચોમાસામાં સારા વરસાદથી આ તળાવ પાણીથી ભરાઈ ગયું હતું. જો કે હાલ તળીયા ઝાટક જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારમાં 50 થી વધુ કુવામાં પાણી ડુકી ગયા છે અને શિયાળુ પાકને પણ પાણી આપી શકાય તેમ નથી જેથી આ સાબલી ડેમના પાણીથી આ તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે ગ્રા.પ દ્રારા જૂનાગઢ સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

સર્વે પણ થઈ ગયો
આ તળાવમાં પાણી ઠાલવવાને લઈ સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે હવે માત્ર મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો