તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108ની કામગીરી:મૃત:પ્રાય નવજાત બાળકીના શ્વાસ 108 એ ધબકતા કર્યા

શાપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુશાળાની પરિણીતાને મૃત:પ્રાય બાળકી જન્મી 'તી

વંથલી તાલુકાના લુશાળાની એક પરિણીતાને મૃત:પ્રાય બાળકી જન્મી હતી. પ્રસુતિ જોકે, વંથલીની સરકારી હોસ્પિટલમાં થઇ હતી. પરંતુ તેના શ્વાસ 108 ની મદદથી ધબકતા થયા હતા. વાત જાણે એમ બની કે, વંથલી તાલુકાના લુશાળાના જાગૃતિબેન નામની પરિણીતાએ વંથલીના સરકારી દવાખાનામાં મૃત:પ્રાય બાળકીને જન્મ આપ્યો. ફરજ પરના ડો. ચિરાગ પીઠિયાએ મદદ માટે 108 ને બોલાવી.

અને તાત્કાલિક જૂનાગઢ સિવીલમાં રીફર કરવાની જરૂર હોવાનું જણાવ્યું. 108 ના ઇએમટી ડો. હર્ષાબેન વાજા અને પાયલટ ભાવેશ પારધી દોડી ગયા. અને બાળકીને ડો. ચિરાગ અને ઇઆરસી ફીઝિશ્યનની સલાહ મુજબ ઇમરજન્સી સારવાર અને ઓક્સિજન આપતાં તેના શ્વાસ ધબકતા થયા હતા. બાદમાં તેને જૂનાગઢ સિવીલમાં ખસેડી હતી. જ્યાં તેની હાલતમાં સુધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...