જૂનાગઢ:વંથલીમાં કોંગ્રેસ દ્વારા ફી, વેરા, વ્યાજ માફીનાં પ્રશ્ને આવેદન

વંથલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ મુદ્દાને લઈ મામલતદાર મારફત કરાઈ રજૂઆત

તાલુકા કોંગ્રેસે વિવિધ મુદાને લઇ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી. કોરોના મહામારીને લઇ લોકડાઉન બાદ શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ  ધંધા- રોજગાર પણ બંધ હોય જેથી સામાન્ય લોકો અને ખેડુતો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ સાથે શાળાની એક સત્રની ફી, તમામ વેરા, વ્યાજ માફી સહિતનાં પ્રશ્નોને લઇ વંથલી તાલુકા કોંગ્રેસનાં કિશોરભાઇ મેંદપરા, મુકેશભાઇ ચૌહાણ, સિરાઝભાઇ વાજા,  અજયભાઇ વાણવી, કારાભાઇ મણવર, ભીમશીભાઇ ભેટારીયા,  રમેશભાઇ વાણવી, સુરેશભાઇ સોંદરવા, દર્શનભાઇ ત્રાંબડીયા સહિતનાએ  આવેદન આપ્યું હતું. આવેદનમાં વધુમાં જણાવ્યાં અનુસાર ગુજરાત કોંગ્રેસ કિસાન સેલનાં પ્રમુખ પાલભાઇ આંબલીયાને  પોલીસ દ્વારા માર મરાયો હોવાની ઘટનાને વખોડી હતી. આ સાથે વંથલી યાર્ડમાં ચણાની ખરીદી ફરી શરૂ કરવાની પણ માંગ કરી હતી. અત્રે ઉલ્લેખની એ છે કે, કોંગ્રેસ દ્વારા દરેક તાલુકાઓમાં ફી, વેરા સહિતનાં મુદ્દે રાહત આપવા આવેદન પત્ર અપાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...