વિવાદ:વંથલી હિન્દુ સ્મશાન ભૂમિમાં પાણી પ્રશ્ને વધુ એક વિવાદ થતા ઉપવાસ આંદોલન શરૂ થયું

શાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસર રાજકીય ઈશારે કામ કરતા હોવાનો કરાયો આક્ષેપ

વંથલી નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના કૂવામાં પીવાલાયક પાણી ન હોય નજીકના મુસ્લિમ ખેડૂત દ્વારા પોતાના કૂવામાંથી મફત પાણી સ્મશાન માં અપાતું હતું જે પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવી દેવાતાં વંથલીના નગરસેવક મયુર ટીલવા દ્વારા અન્નજળ ના ત્યાગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતાં ચકચાર મચી જવા પામી વિવાદોનું કેન્દ્ર બિંદુ એવી વંથલી નગરપાલિકા એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે.ત્યારે સ્મશાન માં પાણી મુદ્દે વિવાદ સર્જાતા નગરસેવકે ઉપવાસ પર ઉતરી ચીફ ઓફિસર રાજકીય ઇશારે કામ કરતા હોવાના આક્ષેપ કર્યા છે.

શું કહે છે ચીફ ઓફિસર.?
આ અંગે ચીફ ઓફિસર મયૂર જોષીએ આ આક્ષેપોને પાયાવિહીન ગણાવી અમુક નગરસેવકના પોતાના ખોટા કામમાં હું સહકાર ન આપતો હોય માનસિક પરેશાન કરવામાં આવે છે સ્મશાનમાં જે મીઠું પાણી નગરસેવકના ખેતરમાંથી આપવામાં આવે છે તેની બાજુમાં જ નગરપાલિકાનો કૂવો આવેલ છે અને તેથી મેં પાણી આપવાની ના પાડી છે તેમજ ટૂંક સમયમાં જ ત્યાં RO પ્લાન્ટની વ્યવસ્થા કરવામા આવશે આ ઉપરાંત બોગસ મતદાન મુદ્દે થયેલા આક્ષેપને નકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...