તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:શાપુરનાં તલાટી મંત્રીની બદલીના વિરોધમાં ગામ બંધ, આવેદન અપાયું

શાપુર (સોરઠ)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકિય કિન્નાખોરીથી કરાયેલી બદલી રદ ન થાય તો આંદોલન

વંથલી તાલુકાની શાપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવનારની અચાનક બદલી થતાં વેપારીઓએ ગામ બંધ રાખી જૂનાગઢ ખાતે ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. વંથલી તાલુકાની શાપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી તલાટી મંત્રી ખાતે ફરજ બજાવતા એસ. એન. રાઠોડની અચાનક બદલી થતાં ગામલોકોમાંથી વિરોધ ઉઠ્યો છે. વેપારીઓ દ્વારા સવારે 11 થી બપોરે 3 સુધી વેપાર ધંધા બંધ રાખી જૂનાગઢ ખાતે ડીડીઓને આવેદનપત્ર પાઠવી બદલી બંધ રાખવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તલાટીમંત્રી દ્વારા નાના લોકોથી લઇ દરેક સાથે સરાહનિય કામગીરી કરાઇ છે. કોરોનાના કપરા કાળમાં પણ તેમણે પોતાની ફરજ નિભાવી છે. છેલ્લા બે વર્ષથી ફરજ પ્રત્યે નિષ્ઠાથી કામગીરી કરનાર સામે રાજકિય કિન્નાખોરી રાખીને બદલી કરવામાં આવી છે. તેથી આ બદલી રદ કરી તેમને ફરી શાપુર ફરજ પર મૂકવામાં આવે. આ અંગે તાત્કાલિક યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવાની ચિમકી પણ ગામલોકોએ આપી છે.

અન્ય સમાચારો પણ છે...