લમ્પી વાયરસ ઘાતક બન્યો:ખોરાસા ગામે 15 દિવસમાં 36 પશુના મોત

માણેકવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1962 ટીમને જાણ કરી છતાં ન આવી હોવાનો પૂર્વ સરપંચનો આક્ષેપ

વંથલી પંથકના ખોરાસા ગામે લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે.અને ટપોટપ ગૌ-ધનના મોત થતા હોય પશુપાલકો ચિંતિત બન્યાં છે.અને પશુઓને સમયસર સારવાર ન મળતી હોવાનું પણ જણાવી રહ્યાં છે.સોરઠ પંથકમાં પણ છેલ્લા કેટલાક દિવસથી લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યોં છે.જેથી પશુપાલકો ચિંતિત બન્યાં છે.

ત્યારે જ વંથલી પંથકના ખોરાસા ગામે લમ્પી વાયરસથી 15 દિવસમાં 36 પશુઓના મોત થયાં છે.આ અંગે પૂર્વ સરપંચ નિરૂભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પશુઓ બીમાર થતા જ પશુપાલકોએ 1962 ટીમને ફોન કર્યો હતો પરંતુ એક પણ વખત ગાડી ન આવી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.જો ક્યારેક ગાડી આવી હોય તો પણ દવા કે સારવાર માટે કોઈ સવલત ન હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...