તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:સીમરમાં અમદાવાદથી આવેલા યુવાનનો રીપોર્ટ પોઝિટીવ

ઊના9 મહિનો પહેલા
 • કૉપી લિંક

12 મેંનાં રોજ નવાબંદરનાં યુવાનનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમની સાથે જ 10 મેના અમદાવાદથી સીમર આવેલ એક યુવાનમાં કોરોનના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં હતાં. જેથી આરોગ્ય વિભાગ દ્વાારા 13 મેનાં રોજ સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલ્યા બાદ આ યુવાનનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને આરોગ્ય વિભાગનો સ્ટાફ આ ગામમાં પહોંચ્યો હતો અને યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. આ યુવાનનાં સંપર્કમાં આવેલ લોકોની વિગતો મેળવી આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. સીમરમાં કેસ નોંધાતાં ગામનાં માર્ગો સીલ કરી દેવામાં આવ્યાં છે અને લોકોને ઘરમાં જ રહેવાની  અપીલ કરવામાં આવી છે.  જયારે  14 મેના 12  વ્યકિતઓનાં સેમ્પલ લેવાયાં હોય જેમાં શહેરમાં 4, દેલવાડા 2, નવાબંદર 2, તડમાં 1  સેમ્પલ લેવાયું હોવાનું જાણવા મળે છે.

73304 લોકોએ એપ ડાઉનલોડ કરી 
કોરોનાની જાણકારી લોકોને મળી રહે તે માટે સરકાર  દ્વારા આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લામાં 73304 થી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. જેના માધ્યમથી કોરોના સંક્રમણનાં દર્દી નજીક આવતાંની સાથે જ જાણ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો