તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ઊનામાં કપાસની ખરીદી ધીમી,ખેડૂતોનો હોબાળો

ઊના10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉત્પાદન પુષ્કળ થયું પણ ખરીદી ક્યારે
 • સીસીઆઈ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન પણ થતું નથી, ભારે રોષ

સીસીઆઈ સેન્ટરમાં કપાસની ખરીદી તેમજ રજિસ્ટ્રેશન ધીમીગતિએ  ચાલતું હોવાથી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ઊના,કોડીનાર,ગીરગઢડા પંથકમાં આ વર્ષે કપાસનું સારૂ એવું ઉત્પાદન થયું હતું અને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો સીસીઆઈ સેન્ટર શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતાં.અને આ કેન્દ્ર શરૂ પણ થયું છે જો કે કામગીરી ધીમીગતિએ ચાલી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે તેમજ મોટા ભાગના ખેડૂતોને ખરીદી અંગે જાણ પણ કરવામાં આવતી નથી તેમજ રજિસ્ટ્રેશન પણ કરાતું ન હોય જેથી ખેડૂતોએ હલ્લાબોલ કરી રોષ વ્યકત કર્યો હતો જો કે યાર્ડના સેક્રેટરી મનીષભાઈ ત્રિવેદીએ આ પ્રક્રિયા શરૂ કરાવતા મામલો શાંત પડ્યો હતો.ધરતીપુત્રોએ કહ્યું હતું કે જો ચોમાસા પહેલા ખરીદી નહીં કરવામાં આવે તો અમારે મોટુ નુકશાન ભોગવવું પડશે.

વેપારીઓનો માલ ખરીદાય છે
આ કેન્દ્ર પર ખેડૂતોને બદલે વેપારીઓનો માલ ખરીદવામાં આવતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે.જો  વહેલીતકે ખરીદી નહીં થાય તો આગામી દિવસોમાં ખેડૂતો વાહનમાં કપાસ ભરી ને આવશે તેવો શૂર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધારાનું યુનિટ શરૂ કરો
ધીમી ખરીદીનું કારણ જોઈએ તો ગીર ગઢડા રોડ પર ખરીદી સેન્ટર ખાતે માત્ર એક જ યુનિટ ચાલતું હોય તેમના લીધે કપાસનો ભરાવો થઈ જાય છે.ચોમાસા પહેલા ખરીદી પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને આર્થિક ફટકો પડશે જેથી જીનીગ યુનિટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો