તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ઊનાનાં નવાબંદરે પહોંચ્યો કોરોના

ઊના10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઈથી આવેલો યુવાન પોઝિટીવ, દેલવાડા ગામ સજ્જડ બંધ રહ્યું , સરહદો સીલ કરાઇ

ઊના -ગીરગઢડા પંથકમાં બહારથી આવેલા લોકોમાં કોરોનાનાં કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું છે.  આ પંથકમાં 8 કેસ સામે આવ્યાં બાદ વધુ એક નવા બંદરમાં કેસ નોંધાયો છે. ઊનાનાં નવાબંદર  ગામે 10 મેનાં રોજ એક યુવાન મુંબઇથી આવ્યો હતો. જેમાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લઇ રીપોર્ટ માટે મોકલાયા બાદ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતાં બ્લોક હેલ્થ ઓફિસર કરમટા, ટીમ નવાબંદર ગામે પહોંચી હતી. અને  પરિવારની વિગતો મેળવી હતી. આ ઉપરાંત મુંબઇમાં કયાં વિસ્તારમાં કામ કરતાં હતાં તેમને લઇ પણ માહિતી લીધી હતી. આ સાથે 10 મે પહેલા અને બાદમાં આ યુવાન કોને - કોને મળ્યો હતો. તેમને લઇ પણ તપાસ શરૂ કરી છે.  

 ચેમ્બર ઓફ કોમર્સ અને લોકોનાં સહકારથી ગામ સજ્જડ બંધ
ગઇકાલે દેલવાડા ગામે એક યુવાનનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ જીલ્લા કલેક્ટરએ જાહેરનામુ બહાર પાડી 3 કિ.મી. ના વિસ્તારોમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોન અમલમાં મુકતા દેલવાડા અને આજુબાજુ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  જયારે દેલવાડાથી મુંબઇ ગયેલા એક વૃધ્ધ સહિતનાં લોકો ઘરે પહોંચતાં આરોગય વિભાગ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં.  અને આ વૃદ્ધનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.  બીજા દિવસે કોરોનાનો કેસ સામે આવતાં દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા ગામની ચારેય દિશાની હદને શીલ કરાઇ હતી તેમ સરપંચ બાંભણીયાએ કહ્યું હતું. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સ અને લોકોનાં સહકારથી ગામ સજ્જડ બંધ રહ્યું છે અને બહારનાં વ્યકિતને પ્રવેશવાની મનાઇ  છે. દુધ તેમજ દવાની દુકાનો ખુલી રહી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ 40નાં સેમ્પલ લેવાયા
ગીર-સોમનાથ જિલ્લામાં   સોમવારે 5 કોરોનાનાં પોઝિટીવ કેસ સામે આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. અને  ઊના, કોડીનાર, ગીરગઢડા પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોની આરોગ્યની તપાસ અને સ્ક્રીનીંગની કામગીરી  શરૂ કરી દેવામાં આવી છે.  ઊના પંથકનાં 14 ગામ, ગીરગઢડા, કોડીનારનાં 1-1 ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 0 હજાર ઘર અને 55043 લોકોનાં આરોગ્યની તપાસ કરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. અને 11 મેનાં રોજ કોરોના શંકાસ્પદ 60 દર્દીઓનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.  જેમાંથી 59નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ ઉપરાંત સુત્રાપાડા 6, કોડીનાર 3, ગીરગઢડા 6, વેરાવળ 10, તાલાલા 3,  ઊના 5, સિવીલ હોસ્પિટલ વેરાવળ 7 સહિત કુલ 40 સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો