તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:1 બેડા પાણીનાં રૂપિયા 10, ઊના પંથકનાં સૈયદ રાજપરા ગામે પીવાનાં પાણીની સમસ્યા, વેચાતું લેવું પડે છે

ઊના9 મહિનો પહેલા
 • કૉપી લિંક
સૈયદ રાજપરામાં સરકાર દ્વારા મળતું પાણી પુરતું ન હોવાને કારણે તેઓને ટેન્કર મંગાવવા પડે છે. જેમાં એક ટેન્કર 2500 રૂપિયામાં પડે છે. જયારે છુટક પાણી લેવા જઇએ તો બેડાનાં 10 રૂપિયા તથા નાની 20 લિટરનાં કેનનાં 20 રૂપિયા ભાવ ચુકવી પાણી લઇ આવવું પડે છે.અને તે પણ પીવા લાયક હોતું નથી - Divya Bhaskar
સૈયદ રાજપરામાં સરકાર દ્વારા મળતું પાણી પુરતું ન હોવાને કારણે તેઓને ટેન્કર મંગાવવા પડે છે. જેમાં એક ટેન્કર 2500 રૂપિયામાં પડે છે. જયારે છુટક પાણી લેવા જઇએ તો બેડાનાં 10 રૂપિયા તથા નાની 20 લિટરનાં કેનનાં 20 રૂપિયા ભાવ ચુકવી પાણી લઇ આવવું પડે છે.અને તે પણ પીવા લાયક હોતું નથી

ઊનાના સૈયદ રાજપરા ગામ દરીયા કાંઠા વિસ્તારનું ગામ આવેલ છે. આ ગામમાં દશ હજારથી વધુ લોકોનો વસવાટ કરે છે. જોકે છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. જેથી લોકોને પીવા તેમજ વાપરવા માટે પણ ટેન્કર મારફતે પાણી મંગાવી વહેચાતુ પાણી પીવાનો વારો આવ્યો છે. એક તરફ માથે ધોમધખતા તાપ તો બીજી તરફ કોરોના વાઈરસની માહામારી લોકડાઉન સમયે પણ પાણી વેહચાતુ લેવુ પડે છે.
છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાનો હલ ક્યારે થશે તે એક સવાલ ઉઠી રહ્યા છે
જ્યારે ગામમાં પાણીનું ટેન્કર આવતાજ મહીલા પોતાના ઘેરથી બેડા, કેન લઇને પાણી ભરવા આવે છે. ત્યારે આ કોરોના વાયરસનું શંક્રમીત થવાની પણ ભીતી સેવાય રહી છે. એમા પણ વહેંચાતુ લીધેલ પાણી પીવા લાયક તો હોતુ નથી. તે પાણી પણ ભાભરૂ અને ખારાસ વાળુ હોવાના કારણે લોકોના આરોગ્ય માટે નુકસાન કારક હોય તેમ છતાં લોકો છતે પાણીએ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાનો હલ ક્યારે થશે તે એક સવાલ ઉઠી રહ્યા છે.
પાઇપ લાઇનમાં પ્રેશર ઓછું
ઊના પાણી પુરવઠાના અધિકારી નકુમ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અા પાઇપ લાઇન જુની હોય જેને લઇ પ્રેશર ઓછું આવે છે. જોકે અમે સૈયદ રાજપરાને પુરો દિવસ પાણી અપાય છે. જયારે અન્ય ગામોને માત્ર 10 થી 12 કલાક જ અપાતું હોય છે. નવી પાઇપ લાઇનનું કામ 90 ટકા પુર્ણ થઇ ગયું છે. જે કદાચ 15 જૂન સુધીમાં પુર્ણ થતાં 34 ગામોનો પાણીનો પ્રશ્ન હલ થઇ જશે.
10 લાખની સામે  મળે છે 3  લાખ લિટર પાણી 
સૈયદ રાજપરાનાં પંચાયત સદસ્ય પ્રકાશભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, 10 લાખ લિટરની જરૂર પડે છે. જયારે પુરવઠામાંથી 3 લાખ લિટર પાણી સંપમાં સપ્લાય કરવામાં આવે છે. જેને લઇ સમસ્યા ઉભી થઇ છે. આ બાબતે રજૂઆતો પછી નિવેડો આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો