તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા શહેર આગામી 11 થી 17 મેં સુધી સંપૂર્ણ બંધ રહેશે તેવા મેસેજ વાયરલ થતા શહેર, ગામડામાંથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા.અને લોકોની ભીડ જોવા મળી હતી.આ અંગે મામલતદાર શેલેષભાઈ કાલસરીયાએ કહ્યું હતું કે બંધ રાખવાની કોઈ વાત નથી જાહેરનામા મુજબ,સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ છે.તે મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાશે. બંધની અફવા બાદ તાલાલા પીએસઆઈની બદલીની અફવા ફેલાઈ હતી.આ અંગે પીએસઆઈ ભુવાએ જણાવ્યું હતું કે હાલ બહારથી આવતા લોકોની સંખ્યા વધુ હોય જેથી ચીત્રોડ ચેક પોસ્ટ પર વધુ સમય ફરજ પર રહેવું જરૂરી છે.તેમજ ડેપ્યુટેશન પર આવેલ ડીવાયએસપી પ્રજાપતિની અમદાવાદ બદલી થતા જવાબદારી વધી છે.અને આ અફવાનું પણ ખંડન કર્યું હતું તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારોએ પણ આ અફવાનું ખંડન કર્યું છે.
શહેર અને ગામડા માટે ખરીદીનો સમય અલગ
ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે આવતા લોકોએ સવારે 8 થી 12 સુધી ખરીદી કરવી અને શહેરના લોકોએ 12 થી 2 વાગ્યા સુધીમાં ખરીદી માટે આવવું જેથી કોરોના ના સંક્રમણને અટકાવી શકાય છે તેમ ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા જણાવવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.