તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સુરતથી આવેલ 1 પરિવારનાં 3 ને કોરોના પોઝિટીવ

તાલાલા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 મેનાં ખાનગી બસમાં આવ્યાં હતાં
 • 32 યાત્રિકો પર સંક્રમણનો ખતરો

કોરોના વાઇરસે ગીરમાં એન્ટ્રી કરી છે અને ત્રણ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.  ગીર-સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં 22 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જેમાં 3 દર્દીઓ સ્વસ્થ થઇ જતાં ઘરે મોકલવામાં આવ્યાં છે. તાલાલાનાં હડમતીયામાં સુરતથી આવેલા ત્રણ લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્ર, પોલીસ વિભાગમાં દોડધામ મચી છે. અને એક જ પરિવારનાં ત્રણેય સભ્યોને જિલ્લા મથકનાં કોવીડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં છે. અને કલેકટરે જાહેરનામું  બહાર પાડી કન્ટેમેન્ટ ઝોન જાહેર થતાં પીએસઆઇ ભુવાએ આ ગામને જોડતાં તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી લોકોની અવર-જવર  અટકાવી દીધી હતી. 

ગામમાં પ્રવેશતા તમામ મુખ્ય રસ્તા પર પથ્થરો તેમજ જેસીબી મુકી બંધ કરી દેવામાં આવ્યાં
તાલાલા પંથકનાં હડમતીયા ગીરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો હતો. તાલુકા હેલ્થ અધિકારી ડો.કુંભાણીએ કહ્યું હતું કે, આ ત્રણેય દર્દીઓ સુરતનાં પુર્ણા વિસ્તારમાં રહેતા હતાં. અને ગત 9 મેનાં રોજ અન્ય 32 મુસાફરો સાથેની ખાનગી બસ હડમતીયા આવ્યા હતાં. આ 3 કેસ સામે આવતાં આ દર્દીઓ સાથે મુસાફરી કરેલ લોકોનાં આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. બાદમાં કવોરેન્ટાઇન કરવામાં આવી શકે છે.  અને ગામમાં પ્રવેશતા તમામ મુખ્ય રસ્તા પર પથ્થરો તેમજ જેસીબી મુકી બંધ કરી દેવામાં આવ્યાં છે.

જિલ્લામાંથી 69  સેમ્પલ લેવાયાં 
ગીર-સોમનાથનાં સુત્રાપાડામાંથી 10, કોડીનાર 9, ગીરગઢડા 7, વેરાવળ 10, તાલાલા 15, ઊના 12, સિવીલ હોસ્પિટલ વેરાવળ 6 સહિત કુલ 69 સેમ્પલ લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. જયારે 36 શંકાસ્પદ દર્દીનાં રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો