તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ પ્રત્યેની નિષ્ઠા:સાબરકાંઠાના ઇડરમાં દિકરીના જન્મ સમયે આરોગ્ય કર્મી ફરજ પર હાજર, વીડિયો કોલમાં બાળકીને જોઇ

રાણાવાવ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય કર્મચારીની નિષ્ઠા જોઇ સ્ટાફે તેને અભિનંદન પાઠવી બિરદાવ્યા

સાબરકાંઠા ના ઇડરમાં દીકરીના જન્મ સમયે પિતા રાણાવાવ તાલુકામાં ફરજ બજાવી રહ્યા હતા અને ખુશીના સમાચાર મળતા આ કર્મીએ વિડીઓકોલ કરી દીકરીનું મુખ જોઈને ખુશી વ્યક્ત કરી ફરી ફરજ પર જોડાઈ ગયા હતા, આરોગ્ય વિભાગના આ કર્મીની ફરજ પરની નિષ્ઠા જોઈ સ્ટાફે તેને અભિનંદન સાથે બિરદાવ્યા હતા.રાણાવાવ તાલુકાના અમરદળ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર પર  અરવિંદભાઈ છગનભાઇ પાટીલ ફરજ બજાવતા હતા અને ગત તા. 08/05 ના તેની પત્નીને પ્રસુતાની પીડા ઉપડતા બપોરે 1 વાગ્યે સાબરકાંઠા ઇડર ની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને 1 : 30 કલાકે ફૂલ જેવી બાળકીનો જન્મ થયો હતો, આ વાતની જાણ થતા અરવિંદભાઈ એ ખુશી વ્યક્ત કરી હતી, અને વીડિયો કોલ કરી પોતાની નવજાત બાળકીનું મુખ જોયું હતું અને  તબિયતના સમાચાર જાણી પોતાની ફરજ પર લાગી ગયા હતા. અને વીડિયો કોલ કરીને દીકરી નું મુખ જોઇ રહ્યા છે. 
ફરજ નિભાવવાનું મને ગર્વ છે
મારો પરિવાર સાબરકાંઠા ઇડર માં રહે છે, મારી પત્ની ભાવનાના શ્રીમંત પ્રસંગે ગયો હતો, અને પ્રસંગ પૂરો થયા બાદ ફરજ પર આવી ગયો હતો, ડિલિવરી સમયે હું ત્યાં જવાનો હતો, પરંતુ લોકડાઉન જાહેર થયું હોવાથી હું મારી ફરજ બજાવું છું. દીકરી નો જન્મ થયાની ખુશી છે તો બીજી તરફ ફરજ નિભાવવાનો ગર્વ છે. - અરવિંદભાઈ પાટીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો