તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ રામભાઈ મોરી એ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં કાનો ઉર્ફે કાયડી નાથા કોડિયાતર નામના શખ્સને નિલેશભાઈ મોરીના ભાઈ ગોગન ના પાડોશમાં રહેતા માંડા ચના મોરી સાથે અગાઉ માથાકૂટ, ઝગડો થયો હોય, જે બાબતે ગોગનભાઈ સમાજના આગેવાન તરીકે ઝગડો નહિ કરવા સમજાવતા હોય, તે બાબત પસંદ નહિ આવતા કાનો ઉર્ફે કાયડી, કરશન કાના કોડિયાતર, દાના નાથા, જીવા નાથા, નારણ રામા, બધા રામા, મયુર બધા, દેવા ડાયા, બીજલ ડાયા, કિશોર ડાયા, પુંજા રાણા કોડિયાતર, જેસા વેજા મોરી, બધા વેજા, અમરા ટપુ કોડિયાતરના 3 છોકરા તથા ખીમા મસરી ના 3 છોકરા સહિત 23 શખ્સો કુહાડી, લાકડી, ધોકા, ધારીયા જેવા હથિયાર ધારણ કરી , ગાળો કાઢી ,રાણાવાવના ગંડીયાવાળાનેશમાં આવેલ તેની વાડીના બંગલામાં તોડફોડ કરી, આગ ચાંપી સળગાવી અંદાજે રૂ. 9 લાખ જેટલું નુકશાન કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામા પક્ષે હિરીબેન કાના કોડિયાતરે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીના પતિ કાના નાથા એ 2 દિવસ પહેલા ગોગન રામ મોરીના સ્કુટરમાં તોડફોડ કરી, ધમકી આપેલ હોય, જેની દાઝ રાખી, રમેશ વેજા મોરી, હરપાલ વેજા, કિશોર ગોગન, પાલા રૂડા, ચના કરમણ, રૂડા, ભરત ચના સહિત કુલ 15 શખ્સોએ કુહાડી સહિતના હથિયાર ધારણ કરી, ડેલામાં પ્રવેશ કરી, બાઇકમાં તોડફોડ કરી, કારમાં આગ ચાંપી સળગાવી દઈ નુકશાન પહોચાડ્યું હતું, પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી 38 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.