તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજુલામાં મહિલાની હત્યા કેસમાં પતિ-પુત્રની ધરપકડ

રાજુલા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હત્યા કર્યા બાદ બારોબાર અંતિમવિધી કરી નાખી હતી

છતડીયા રોડ પર ગુરૂકુળ પાછળ રહેતા ગભાભાઇ નાથાભાઇ સાંખટના ઘરે બે માસથી તેના માતાપિતા રહેવા માટે આવ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે નાથાભાઇ અને તેમના પત્ની જીવુબેન સાથે માથાકુટ થઇ હતી જેને પગલે નાથાભાઇએ તેની પત્નીના માથામા લાકડીનો ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને અમરેલી દવાખાનેથી  વધુ સારવાર માટે રિફર કરતી વખતે તેમનુ મોત થઇ ગયુ હતુ. નાથાભાઇ અને ગભાભાઇએ આ હત્યા અંગે પોલીસને કોઇ જાણ કરી ન હતી અને લાશની બારોબાર અંતિમવિધી કરી નાખી હતી. આ અંગે મૃતક જીવુબેનના બહેને બંને સામે રાજુલા પોલીસમા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે નાથાભાઇ અને તેના પુત્ર ગભાભાઇની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો