તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાતક નીતિ:કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા કરાઇ છે ઓછા ટેસ્ટ : કોંગ્રેસ

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃત્યુદર ઘટાડવા કોરોનાગ્રસ્તને 10 દિ' પછી ટેસ્ટ વગર ડીસ્ચાર્જની સરકારની નીતિ ઘાતક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સરકાર પર એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કાગળ ઉપર ઓછી બતાવવા માટે ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને મૃત્યુ દર ઘટાડવા માટે કોરોના ગ્રસ્તને દસ દિવસ પછી ટેસ્ટ કર્યા વગર જ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટ કર્યા વગર ડિસ્ચાર્જ કરવાની સરકારની આ ઘાતક નીતિનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
દર્દીઓની સંખ્યા કાગળ ઉપર ઘટાડવાનું આ પગલું ઘાતક નીવડશે
જરાત સૌથી અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં દર દસ લાખે માત્ર 9664 ટેસ્ટ અને 6.05 ટકા ઉચા મૃત્યુ દર સાથે છેવાડાના ક્રમે તમિલનાડુ 2806, મહારાષ્ટ્ર 1798 અને રાજસ્થાન 2123 ટેસ્ટ સાથે આગળ અને મૃત્યુદર ગુજરાત કરતાં અડધો તેમજ સમગ્ર ભારતની તુલનાએ પણ ગુજરાતમાં મૃત્યુદર પોણા બે ગણો હોવાનું જણાવ્યું હતું. સાતમીએ ગુજરાતમાં 5362 ટેસ્ટ કરાયા હતા. ક્રમશઃ ઘટીને 11મી 2978 ટેસ્ટ કરાયા છે. ઓછા ટેસ્ટ થવાથી અનેક સંક્રમિતતો હોવા છતાં ધ્યાને આવતા નથી. સુરતના શ્રમિકોને ટ્રેનમાં ઓરિસ્સામાં પહોંચ્યા પછી સ્ક્રિનિંગ કરતાં 100 થી વધારે પોઝિટિવ દર્દી ધ્યાને આવ્યા હતા. કોરોના ગ્રસ્ત દર્દીઓને દવાખાનામાં દાખલ કર્યા પછી ચૌદમાં દિવસે ટેસ્ટ નેગેટિવ આવે પછી જ ડિસ્ચાર્જ કરાયા હતા તેની જગ્યાએ હવે દેખાતા ચિન્હો વગરના દર્દીને દસમા દિવસે વગર ટેસ્ટે દવાખાનામાંથી ડીસ્ચાર્જ કરાય છે. તે દર્દીને ડીસ્ચાર્જ કરવાથી આવા દર્દીઓ બહાર આવીને અનેકને સંક્રમિત કરશે.દર્દીઓની સંખ્યા કાગળ ઉપર ઘટાડવાનું આ પગલું ઘાતક નીવડશે તેવું અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો