તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીનો કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગયા બાદ નવમાં દિવસે મૃતદેહ મળ્યો

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરના ખારવા જ્ઞાતિનાં અગ્રણીને ગળાના કેન્સરની સારવાર માટે અમદાવાદ સિવીલમાં લઇ ગયા ને થયા ગાયબ
 • ગત તારીખ 4મેનાં કોરોનાં ટેસ્ટ કરી ICUમાં દાખલ કર્યા હોવાનું પુત્રને જણાવ્યું : બાદ પીએમ સેન્ટરમાંથી ડેડબોડી મળી

પોરબંદરના ખારવા જ્ઞાતિના અગ્રણી પ્રવીણભાઈ બરીદુનને અમદાવાદ સિવિલ કેમ્પસની હોસ્પિટલ ખાતે ગળાના કેન્સરની સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓને કોરોના ટેસ્ટ માટે લઈ જવાનું હોસ્પિટલના તંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું. જેના કારણે ખારવા સમાજના અગ્રણી પ્રવીણભાઈના પુત્ર નિરજભાઈએ તેમના પિતાને કોરોના ટેસ્ટ માટે કોરોના સેન્ટરોમાં દાખલ કર્યા હતા અને ત્યારથી તેમના પુત્ર મોબાઈલ નંબર સહિતની વિગતો લખાવી અને બહાર આવ્યા હતા. ત્યારબાદ તેમના પુત્રોએ સરકારી હોસ્પિટલમાં તેમના પિતાની સારવાર માટે વારંવાર તપાસ કરી હોવા છતાં પ્રવીણભાઈનો કોઈ પ્રકારનો પતો ન હોવાનું સામે આવ્યું હતું. ગત તારીખ 4 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 11 તારીખ સુધી પ્રવીણભાઈની ભાળ ન મળતા પુત્ર નીરવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાને આ ઘટના અંગે જાણ કરી હતી.

પ્રવીણભાઈને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલ 1200 બેડની કોરોના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું કોરોના સવોબનું સેમ્પલ લઇને તેમને કોરોના આઈસીયુ વોર્ડમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટની માહિતી મોબાઇલ નંબર પર જણાવી દેવામાં આવશે તેવું પુત્રને કહ્યુ હતું. પરંતુ તારીખ 4 થી 11 મે સુધી પ્રવીણભાઈના પુત્ર નીરજ દરરોજ કોરોના હોસ્પિટલના સેન્ટર પર જઈને તેમના પિતાની તબિયત કોરોના ટેસ્ટનો રોપોર્ટ વગેરે અંગે રૂબરૂ પૂછપરછ માટે જતા હતા. દરેક બાબતે તેમને પ્રવીણભાઈની વિગત તથા પોતાનો ટેલિફોન નંબર રજીસ્ટરમા લખવાનું કહી જાણ કરાશે તેેવોજ જવાબ અપાતો હતો. પરિણામે તારીખ 11મીએ સામાજિક કાર્યકરે તપાસ કરી પરંતુ તેમાં પણ આવોજ જવાબ અપાયો હતો.

અને તારીખ 12 મેના રોજ અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર (આર.એમ.ઓ), ટ્રોમા સેન્ટરના હેડ, હોસ્પિટલના કોર ટીમના સભ્ય વગેરે સાથે વાત કરી એટલે તંત્ર હરકતમાં આવ્યુ અને છેવટે ગંભીરતાથી તપાસ કરીને જણાવ્યું હતું કે આઈસીયુમાં નથી, ઓપીડી રજીસ્ટર મુજબ પ્રવીણભાઈને વોર્ડ નંબર 3 માં દાખલ કરેલ છે તેવું દર્શાવે છે પરંતુ વોર્ડ નં. 3 માં પણ નથી. પ્રવીણભાઈને કોરોના હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આઠ દિવસે તેમનો પોતાનો તો પતો નથી પરંતુ તેમના મેડિકલ રિપોર્ટ કે તેમના પોતાના અસ્તિત્વનો પણ પતો નથી. દાખલ થયાના પાંચમા દિવસે દર્દીના પુત્ર નીરજને હેલ્પ સેન્ટર માંથી મૌખિક જણાવવામાં આવ્યું હતું કે દર્દીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ છે. જો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો પ્રવીણભાઈ ગળાના કેન્સરની સારવાર હેઠળ કેન્સર હોસ્પિટલમાં જ હતા. તો તેમને કેન્સર હોસ્પિટલમાં તરત કેમ ન મોકલ્યા કે તેમનો રિપોર્ટ દર્દીના પુત્ર અને તેના ટેલિફોનમાં કેમ આપ્યો નહિ તે અંગે અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના આરોગ્ય તંત્રને અમદાવાદ સિવિલ વહીવટની આકરી ઝાટકણી કાઢી હતી. અંતે નવમા દિવસે પીએમ રૂમમાંથી ડેડ બોડી મળી આવી હોવાનું ખુલ્યું હતું. પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ICUમાં દાખલ કર્યા બાદ 8 દિવસ સુધી તેમની સારવાર અને સ્થિતીની વિગત ન અપાઇ
પ્રવિણભાઇ બરીદુન કેન્સરના દર્દી હોવા છતાં ટેસ્ટ લેવાને બહાને સીધા જ કોરોના ICUમાં દાખલ કરી દીધા અને આઠ દિવસ સુધી તેમની સારવાર અને સ્થિતિની વિગત તેમના પુત્રને કે પરિવારને આપવામાં આવી નહિ. જ્યારે સ્થિતિ જાણવા દબાણ કરાયું ત્યારે હોસ્પિટલ તંત્રએ મૌખિક જણાવી દીધું કે દર્દી આઈસીયુમાં કે વોર્ડ નંબર 3 માં નથી. આમ સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. અને દર્દીની કોઈ પ્રકારની સંભાળ ન લેવાતી હોવાની પોલ ખૂલી હતી. હોસ્પિટલની સરખામણી ધરમશાળા સાથે પણ કરી શકાય તેમ ન હોવાનું અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
તંત્રની ઘોર બેદરકારી સામે માનવ અધિકાર પંચ અને ન્યાયતંત્રનો આશરો લેવામાં આવશે
અમદાવાદ સિવિલ કોરોના હોસ્પિટલમાં દર્દીઓ અને પરિવારજનો સાથે થતા અમાનવીય વહેવારો અંગે ભારતના માનવ અધિકાર પંચ અને ન્યાયતંત્રનો આશરો લેવાશે તેવું જણાવ્યું હતું.
દર્દીઓની સાર સંભાળ કે યોગ્ય જવાબ દેવાવાળું ન હોવાથી દયનીય સ્થિતિ
અમદાવાદની હોસ્પિટલની રેઢિયાળ હાલત હોવાથી  કોરોના હોસ્પિટલમાં દાખલ થતાં દર્દી અને તેમના પરિવારજનોને અપાર વેદના સહન કરવી પડે છે. હોસ્પિટલમાં કોઈ સાર સંભાળ લેવાવાળું કે સગા સંબંધીઓને યોગ્ય જવાબ દેવાવાળું જ ન હોવાથી દર્દીઓની દયનીય સ્થિતિ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો