તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:સબ રજીસ્ટ્રાર કચેરીમાં 2 દિ'માં 47 દસ્તાવેજ થયા, 15 લાખની આવક,સવારે 10:30થી 5 કામગીરી ચાલે છે

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક અંતર જાળવી સવારે 10:30થી 5 વાગ્યા સુધી કામગીરી ચાલે છે

પોરબંદર શહેરમાં સોમવારથી સબ રજીસ્ટર શરૂ થતા 2 દિવસમાં 47 દસ્તાવેજ નોંધણી કરવામાં આવી હતી, 2 દીવસમાં રૂ. 15 લાખની આવક થઈ છે. પોરબંદર જિલ્લો તંત્રએ ગત તા. 11 ને સોમવારથી સબ રજીસ્ટ્રાર કચેરી ચાલુ કરવાની છૂટ આપી હતી,જેમાં ઈ પેમેન્ટથી ઓનલાઇન નોંધણી ફી અને ઓનલાઇન ટોકન ફરજીયાત કરવામાં આવ્યું છે, 25 દસ્તાવેજોની જોગવાઈ કરી હતી,  સોમવારે 22 દસ્તાવેજો ની કામગીરી થઈ હતી, જેમાં રૂ. 4.50 લાખના સ્ટેમ્પ અને રૂ.62 હજાર નોંધણી ફી ની આવક થઈ હતી, જ્યારે ગઈકાલે મંગળવારે 25 દસ્તાવેજ ની કામગીરી માં રૂ. 8.11 લાખના સ્ટેમ્પ અને રૂ. 1.25 લાખની નોંધણી ફી ની આવક થઈ છે. સવારે 10:30 થી 5 સુધી કામગીરી ચાલે છે,તેમજ સેનેટાઈઝર નો ઉપીયોગ કરાવવામાં આવે છે તેવું એચ.જી. કુકડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો