તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ઓનલાઈન વેચાણ કરનાર કંપનીઓના ગોડાઉન સીલ કરો, વેપારીના હિત માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તંત્રને રજુઆત કરાઈ

પોરબંદર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતી કંપનીઓના ગોડાઉન સીલ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ઓનલાઇન વેપાર પર બેન્ડ કરી આપવું જોઈએ અને પોરબંદરના તમામ વેપારીઓ વતિ એવી માગણી કરવામાં આવી હતી કે શહેરમાં ઓનલાઇન વેચાણને બંધ કરાવી, પોરબંદરમાં ઓનલાઈન વેચાણની જે કાંઈ કંપની કામ કરતી હોય તે કંપનીના તમામ ગોડાઉનને સીલ મારી આપવું જોઈએ. ઓનલાઇન વેચાણને શહેરના લોકલ સ્થાનિક વેપારી ઓને થતું નુકસાન અટકાવવામાં સહકાર આપવો જોઈએ. અને હાલ લોક ડાઉન દરમિયાન પોરબંદર શહેરના તમામ વેપારીઓએ પોતાના જીવના જોખમે પોતાના શહેરના નાગરિકોને જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરી પાડેલ હોય ત્યારે આ તમામ વેપારીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. અને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓના ગોડાઉન સીલ કરી દેવામાં આવે તેવી જીગ્નેશભાઈ કારીયાએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો