તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં મુંબઈથી આવેલા એક આધેડને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આ આધેડને સિવિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, આ આધેડ સહિતનો પરિવાર રાજીવનગરના અંજલીપાર્ક માં ભાડે મકાન રાખીને રહેતા હતા, આ વિસ્તારમાં કોરોનાનો ચેપ ન લાગે તે માટે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ એ જાહેરનામું બહાર પાડી અંજલીપાર્કની અમુક ગલીઓ ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી આગામી 10 જૂન સુધી ક્લસ્ટર કરેલા વિસ્તારના સ્થાનિકોને આવવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે.અમુક ગલીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી આગામી 10 જૂન સુધી આવવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો
એક પરિવાર અને તેના મિત્રના પરિવાર સહિત 8 વ્યક્તિઓ ગત તા. 8/5 ના રોજ પોરબંદર આવ્યા હતા, અને જિલ્લા ક્વોરન્ટાઇન કર્યા બાદ આ પરિવારના 8 સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, આ પરિવારના આધેડે રાજીવનગરના અંજલીપાર્કમાં રહેતા તેના સસરા ના મકાન સામે એક મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં 8 સભ્યો રહેતા હતા, આધેડને તાવ આવતા કોરોના લક્ષણ જણાતા સવોબનો નમૂનો મોકલવામાં આવતા આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી તેના ઘર નજીક અન્ય લોકોને કોરોના વાઇરસ નો ચેપ ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ જાહેરનામું બહાર પાડી રાજીવનગર ના અંજલીપાર્ક માં અમુક ગલીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી આગામી 10 જૂન સુધી આવવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને આ વિસ્તારની ગલીઓમાં લાકડાના બેરીકેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગઈકાલે 15 દર્દીઓના સવૉબ ના નમૂના પરીક્ષણ માટે જામનગર મોકલવામાં આવ્યા હતા, જેમાં 13 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે 2 દર્દીના રિપોર્ટ ફેઈલ જતા ફરીથી લેવામાં આવશે.
કોરોના પોઝિટિવ આવતા આ આધેડ દર્દી આઇસોલેશન વોર્ડમાં હતાશ થઈ ગયા હતા
કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનો સહિત 7 ને ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે ચકાસણી હેઠળ રાખવામાં આવેલ છે.રાજીવનગરના અંજલીપાર્કમાં આવેલ 25 ઘરના 83 લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવ્યા છે, જેથી આ લોકોને આવવા જવાની મનાઈ હોવાથી પંચાયત તરફથી 2 કર્મીઓ રાખવામાં આવ્યા છે, આ લોકોને જીવન જરૂરીયાતની ચીજો માટે 2 કર્મીઓ મદદ કરશે.હતાશ થતા તબીબે કાઉન્સેલિંગ કર્યું મુંબઈથી પોરબંદર આવેલા આધેડને કોરોના પોઝિટિવ આવતા આ આધેડ દર્દી આઇસોલેશન વોર્ડમાં હતાશ થઈ ગયા હતા, અને જીવવાની ઇરછા રહી ન હતી, કોરોના ને માત આપવા તે સક્ષમ છે અને આ દર્દીને હિંમત આપવા સિવિલના તબીબ સોજીત્રા, ડો. મકવાણા, ડો. જાડેજા એ આધેડનું કાઉન્સેલિંગ કર્યું હતું, અને સવાર સુધી સારવાર સાથે તબીબ તેમજ નર્સિંગ સ્ટાફે માનસિક હિંમત આપતા આ દર્દીએ કોરોનાને માત આપવા હિંમત બતાવી હતી અને આ આધેડ દર્દી હતાશા માંથી બહાર છે અને તબિયત પણ સારી હોવાનું તબીબે જણાવ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.