તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:સુર શ્રી ક્લચરલ કલબ દ્વારા પોરબંદરમાં ઓનલાઈન સિગિંગ સ્પર્ધા : 150થી વધુએ ભાગ લીધો

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુર શ્રી ક્લચરલ કલબ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
 • સોશ્યલ મીડિયાનાં માધ્યમથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદરમાં સુરશ્રી કલચરલ ક્લબ અને સુરશ્રી સાંસ્કૃતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે ઓનલાઇન સિંગિંગ કૉપિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના રૂપી આફતને અવસરમાં પલટવાના આ નમ્ર પ્રયાસને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં 150થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લઇ આયોજનને ભવ્ય સફળતા અપાવી હતી. સુરખાબી નગર પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી અગ્રીમ સંસ્થાઓ સુરશ્રી કલચરલ ક્લબ અને સુરશ્રી સાંસ્કૃતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના રૂપી આફતને અવસરમાં પલટવાના ભાગ રૂપે ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે ઓનલાઇન સિંગિંગ કૉપિટિશનનું આયોજન સોશ્યિલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર કચ્છ માંથી 150 થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇ સંસ્થાઓના આયોજનને સફળ બનાવ્યું હતું. આ સ્પર્ધામાં ચિલ્ડ્ર્ન, મેલ અને ફિમેલ એમ 3 વિભાગ રાખવામાં આવ્યા હતા. કોરોનાના આ કપરા કાળમાં કલાસાધકો દુઃખભય, અસલામતીનો અહેસાસ કરતા હોય માનસિક રીતે અસ્વસ્થ થઇ રહ્યા હોય ત્યારે તેઓને ઉત્સાહ પ્રેરિત કરવા અને આનંદિત કરવા માટે પ્રયાસ કરાયો હતો. સંસ્થાના અગ્રણી કિરીટભાઇ રાજપરાના  માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો