તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લામાં ખેડૂતો પાસે મગફળીના બિયારણનો સ્ટોક ન હોવાથી મુશ્કેલી વેઠવી પડશે. ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલા રાજ્ય સરકાર દ્વારા ન નફા, ન નુકસાનના ધોરણે ખેડૂતો માટે બિયારણ ફાળવવા માંગ ઉઠી હતી. પોરબંદરમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ કોર કમિટીના સદસ્ય નાગાજણભાઇ સુધાભાઈ જેઠવા દ્વારા સરકારને લેખિત રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ચોમાસું નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. તો ચોમાસાની સિઝનને ગણતરીના દિવસ બાદ હોય અને ચોમાસુ મગફળીના વાવેતરની ટુક સમયમાં શરૂઆત કરાશે. પોરબંદર જિલ્લામાં મગફળીનો મુખ્ય ખેતી પાક છે. અને આ મગફળીના પાકથી આખા વર્ષની આવકનો સ્ત્રોત ખેડૂતોનો છે.
ખેડૂતો માટે રોકડિયો પાક છે. વર્ષભરની આજીવિકા માત્ર મગફળીના પાક માંથી મોટા ભાગના ખેડૂતો રોડવતા હોય છે. પરંતુ હાલ ખેડૂતો પાસે મગફળી ના બિયારણનો સ્ટોક નથી. ખેડૂતો પાસે બિયારણનો સંગ્રહ કરવા માટે સંગ્રહસ્થાનનો અભાવ હોય અથવા તો મગફળીની ગુણવત્તા નબળી હોવાના કારણે તેમજ આર્થિક ભીંસના કારણે મોટાભાગના ખેડૂતોએ એકદમ નીચા ભાવે મગફળીનું વેચાણ કરી દીધેલ છે. અત્યારે મગફળીના વાવેતર માટે પોરબંદર જીલ્લાના ખેડૂતો પાસે બિયારણ નથી આવી સ્થિતિમાં ખેડૂતોને મગફળીનું બિયારણ મેળવવું મુશ્કેલ બનશે. રાજ્ય સરકાર દ્વારા જે મગફળીની ખરીદી નાફેડ કે ગુજકોમાસોલ દ્વારા ખેડૂતો પાસેથી કરવામાં આવી છે તે સ્ટોક ખેડૂતોના હિતમાં ચોમાસુ મગફળીના વાવેતર માટે બજારમાં છૂટો મૂકી દેવામાં આવે અને પોરબંદર જીલ્લા તથા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ન નફા અને નુકસાનના ધોરણે મગફળીના બિયારણની ફાળવણી કરવામાં આવે તે આવશ્યક છે. જેથી ખેડૂતો મગફળીનું વાવેતર સમયસર કરી શકે અને ગ્રામ્ય સ્તરે નવી રોજગારીની તકો ઉભી થઈ શકે જેથી રાજ્ય સરકાર અને દેશમાં તેલીબિયાંનો સટોક ઉભો થઈ શકે સામાન્ય નાગરિકને ભારતીય કાજુ અને સીંગતેલ સસ્તા ભાવે મળી શકે આથી સમયસર ખેડૂતોને મગફળીનુ બિયારણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.