તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મચ્છરોનો ઉપદ્રવ:પોરબંદર જિલ્લામાં તા.16 મે ના રોજ રાષ્ટ્રિય ડેંગ્યુ દિવસની ઉજવણી કરાશે, વાહકજન્ય રોગને ડામવા કવાયત 

પોરબંદર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મચ્છરો દ્વારા ફેલાતા ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા વાહકજન્ય રોગને ડામવા કવાયત
 • જિલ્લામાં મચ્છરો નો ઉપદ્રવ અટકાવવા તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવશે

મચ્છરો દ્વારા ફેલાતા ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા વાહકજન્ય રોગો ફેલાતા  હોય છે. ગતવર્ષ 2019માં પોરબંદર જિલ્લામાં ડેંગ્યુના કેસોમાં વધારો જોવા મળેલ હતો. જે અનુસંધાને  જિલ્લામાં તા. 16 મે નાં રોજ રાષ્ટ્રીય ડેંગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ અને અટકાયત માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની ટીમોની રચના કરી ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં મચ્છરનાં ઉદગમ સ્થાન ધરાવતા પાણીનાં પાત્રોનો નિકાલ કરવામાં આવશે, પોરાનાશક કામગીરી અને મચ્છરની  ઉત્પતિ અટકાવવામાં આવશે. જિલ્લાનાં નાના મોટા જાળશયોમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મુકી પોરાઓનો નાશ કરી મચ્છરનું જીવનચક્ર અટકાવી રોગચાળા સામે જૈવિક રીતે મચ્છરોનાં ઉપદ્રવ અટકાવવામાં આવનાર છે. સર્વે કામગીરી દરમ્યાન મચ્છરનાં ઉત્પતિ સ્થાન જેવા કે કુંડી, સિમેન્ટની ટાંકી, બેરલ, પીપ, જુના ટાયર, ડબ્બા, બરણી, સુસોભન માટેનાં ફુવારા, ફ્રીજ, એસી, કુલર ની ટ્રે, પક્ષીનાં પાણીનાં કુંડા, છજામાં ભરાતા પાણી અને બંધિયાર વિસ્તારમાં ભરાતા ચોખ્ખા પાણીમાં એબેટનાં દ્રાવણ તેમજ બી.ટી.આઇ. દ્વાવણ નો ઉપયોગ કરી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં આવશે. આ કામગીરી પોરબંદર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ તેમજ ડી.એમ.ઓ. નઝીર એ. કારાતેલા અને જિલ્લા સુપરવાઇઝર કમલેશ જોષીની દેખરેખ હેઠળ કોવીડ – 19 અંર્તગત રાખવાની થતી તકેદારીઓ સાથે રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો