તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • Many Customers Are Being Deceived As There Are 3 Important Vacancies In The Weighing Office In Porbandar District, The Weighing Office Can Only Rely On 1 Staff.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:પોરબંદર જિલ્લામાં તોલમાપ કચેરીમાં મહત્વની 3 જગ્યાઓ ખાલી હોવાથી અનેક ગ્રાહકો છેતરાઇ રહ્યા છે , તોલમાપ કચેરી માત્ર 1 કર્મીનાં ભરોસે

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં જિલ્લા તોલમાપ કચેરી ખાતે મહત્વની 3 જગ્યા ખાલી છે, અને આ કચેરી માત્ર 1 કર્મચારી મેન્યુઅલી આસિસ્ટન્ટ ના ભરોસે ચાલે છે, સ્ટાફના અભાવને કારણે બજારમાં ચેકીંગ ન થતું હોવાના કારણે લોકડાઉન દરમ્યાન એકપણ પ્રો કેસ કરવામાં આવ્યો નથી.ગ્રાહકો પાસેથી MRP કરતા વધુ ભાવો લેવામાં આવી રહ્યા છે અને વજન માં પણ ઘણી વખત ઓછું રાખી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે, આવા વેપારીઓને દંડ ફટકારવા માટે અને સધન ચેકીંગ હાથ ધરવા માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા સેવા સદન 2 ખાતે જિલ્લા તોલમાપ કચેરી એ ઘણા સમયથી માત્ર 1 કર્મચારી જોવા મળે છે,
3 જગ્યાઓ ભરવામાં આવી નથી જેના કારણે અનેક ગ્રાહકો છેતરાઈ રહ્યા છે
આ કર્મી મેન્યુઅલ આસિસ્ટન્ટ છે અને આ જગ્યા પણ આઉટસોર્સિંગ થી ભરવામાં આવી છે, બજારમાં વેપારીઓ MRP કરતા વધુ ભાવ લેતા હોય અને વજનમાં ઓછું આપતા હોય ત્યારે આ તોલમાપ કચેરીમાં માત્ર 1 કર્મી વેપારીને દંડ ફટકારી શકે તેવી સતા ધરાવતો ન હોય, જેથી ઓફીસ કામ કરે છે. તોલમાપ કચેરી ખાતે મહત્વની 3 જગ્યાઓ ભરવામાં આવી નથી જેના કારણે અનેક ગ્રાહકો છેતરાઈ રહ્યા છે.હાલ કેશોદના અધિકારી પોરબંદર ચાર્જમાં છે. કર્મચારીની ઘટના કારણે પોરબંદરમાં એક પણ વેપારી સામે લોકડાઉન દરમ્યાન પ્રો કેસ કરવામાં આવ્યો નથી. માત્ર નોટિસ આપવામાં આવી છે.  જેથી  ખાલી જગ્યા પર તાત્કાલિક કર્મચારીઓ ની નિમણૂક કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
કઇ કઈ જગ્યા ખાલી? તોલમાપ કચેરી ખાતે સિનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર ઇન્સ્પેક્ટર ની જગ્યા ખાલી છે,  અને મેન્યુઅલ  આસિસ્ટન્ટ છે જે આઉટસોર્સિંગ પર છે
4 માસ પહેલા દંડની કામગીરી કરી હતી
તોલમાપ કચેરી ના કર્મીઓ દ્વારા 4 માસ પહેલા એટલેકે જાન્યુઆરી માસમાં 4 જગ્યાએ ચેકીંગ કરી કુલ રૂ. 8000 નો દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો