તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:જિલ્લામાં NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જીલ્લાના 80 હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે તા. 7 થી તા.11 સુધી અનાજ વિતરણ કરાયુ હતુ. બાકી રહેલા NON NFSA APL-1 કાર્ડ ધારકોને આવતી કાલે તા. 12 ના રોજ અનાજ વિતરણ કરાશે. સાધન સંપન્ન લોકોએ સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્વારા વિતરણ થતો અનાજનો હક્ક જતો કરી ગરીબોને આડકતરી રીતે  મદદરૂપ થયા હતા. અનાજ લેવા આવતા લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખી માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકીને કોરોનાને પરાસ્ત કરવા સરકારની સુચનાઓનુ પાલન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો