તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં છૂટછાટ:પોરબંદર જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બંધ પડેલ કામગીરી શરૂ

પોરબંદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોક ડાઉનમાં કચેરીઓમાં કામકાજ ઠપ્પ થતાં અંદાજે બે કરોડનું નુકસાન

પોરબંદર જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં બંધ પડેલ કામગીરી શરૂ કરાઈ છે. લોક ડાઉનમાં  કચેરીઓમાં કામકાજ ઠપ્પ થતાં અંદાજે બે કરોડનું નુકસાન થયું હતું. પોરબંદરમાં અન્ય શહેરોની જેમ લોક ડાઉન દરમિયાન સબ રજીસ્ટ્રાર કચેરીમાં કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. અને લોક ડાઉન થયું તે પહેલાં જમીન મકાનના દસ્તાવેજ પણ અટકી પડ્યા હતા. અને લોકો મૂંઝવણ અનુભવી રહ્યા હતા. પોરબંદર જિલ્લાની સબ-રજિસ્ટ્રાર ઓફિસ શરૂ કરવામાં આવી છે.

પોરબંદરના બોન્ડ રાઇટર મુકેશભાઈ દત્તા સહિતના અગ્રણીઓએ તંત્રને નિયમો સાથે સબ રજીસ્ટાર ઓફિસ ચાલુ કરવા અંગે અરજી કરી હતી. જેના અનુસંધાને જીલ્લા કલેકટર દ્વારા સબ રજીસ્ટાર કચેરીમાં લોક ડાઈન દરમિયાન બંધ થયેલ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યું છે. ઓફિસમાં નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અને યોગ્ય રીતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કામગીરી શરૂ કરવામાં આવી છે. અને સેનીટાઈઝરનો ઉપયોગ અને ઇ પેમેન્ટ થી ફરજિયાત પણે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે અને ટોકન લેવાનું રહેશે. તેમજ ટોકન સમયના 20 મિનિટ પહેલા દરેકે હાજર રહેવાનું રહેશે. વેચાણ આપનાર પક્ષકાર દ્વારા દસ્તાવેજો રજુ કરવામાં આવે તેઓ આગ્રહ રાખવામાં આવશે.  કચેરી શરૂ થાય ત્યારે સેનેટાઇઝની કામગીરી પણ કરવામાં આવી હતી. હાલ કચેરીમાં કામકાજનો શુભારંભ થતાં જમીન-મકાનના આગળના દસ્તાવેજ થઈ શકશે. અને લોક ડાઉન દરમિયાન કામ કાજ ઠપ્પ હતું જેના પગલે અંદાજે બે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ સબ રજીસ્ટાર કચેરીમાં કામકાજનો શુભારંભ થતાં લોકોના અટકી પડેલ દસ્તાવેજની કામગીરી શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો