તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટરી ચોર:મિંયાણી ગામે બેટરીની ચોરી કરી ટ્રેકટર ઉપાડવાનો પ્રયાસ, વાહનોની બેટરી ચોરી કરનાર ટોળકી સક્રિય

ભાવપરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મિયાણી ગામે વાહનોની બેટરી ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે, ગઈકાલે વધુ એક ટ્રેક્ટર માંથી બેટરીની ચોરી કરી લઈ ગયા હતા અને ટ્રેકટર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદર તાલુકાના મિયાણી ગામે અવારનવાર વાહનોની બેટરી ચોરી થઈ રહી છે, વાહનો માંથી બેટરી ની ચોરી કરનાર તસ્કરોની ટોળકી સક્રિય થઈ હોય તેમ વાહનો માંથી બેટરી ચોરી કરી લઈ જાય છે, તસ્કરો રાત્રીના સમયે વાહનો માંથી બેટરી ચોરી કરી જાય છે, ત્યારે વધુ એક વખત મિયાણી ગામના સીમવિસ્તારમાં પાર્ક કરવામાં આવેલ ટ્રેકટર માંથી તસ્કરે બેટરીની ચોરી કરી હતી અને ટ્રેક્ટરને ઉપાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. આ ગામે વાહનો માંથી બેટરી ચોરીનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે મિયાણી મરીન પોલીસ દ્વારા તસ્કરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું આ વિસ્તારના લોકો ઇરછી રહ્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો