તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લો ગ્રીનઝોનમાં આવ્યા બાદ આજે એક આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને પગલે પોરબંદરમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા, બાદમાં 3 દર્દીઓના રિપોર્ટ 2 વખત નેગેટિવ આવતા સાજા થઈ જતા તેઓને ઘરે જવા રજા આપી હતી, બાદમાં પોરબંદરમાં 1 માસ સુધી કોઈ કોરોના પોઝિટિવ દર્દી ન આવતા પોરબંદર જિલ્લો ગ્રીનઝોનમાં આવ્યો હતો, મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા વધતા મુંબઈમાં એક વકીલના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા આધેડ, તેની પત્ની, સાળો અને તેની 14 વર્ષની પુત્રી તેમજ તેના મિત્ર તેની પત્ની અને 2 સંતાન સહિત કુલ 8 લોકો ગત તા. 8/5 ના રોજ મુંબઈથી બસમાં પોરબંદર આવ્યા હતા.
મુંબઈમાં તેઓ 45 વર્ષથી રહેતા હતા, પોરબંદરના રાજીવ નગરમાં તેના સસરાનું મકાન હતું, પોરબંદર આવતા તેઓને જિલ્લા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને 31 કલાક બાદ તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ આધેડ પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં તેના સસરાના મકાન સામે ભાડે મકાન લઈને બધા ત્યાં રહેતા હતા, આ આધેડ ને ડાયાબિટીસની બીમારી હતી, અને તાવ આવ્યો હતો, જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા આ આધેડ નો સવોબનો નમૂનો લેવામાં આવ્યો હતો, જે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આ આધેડને સિવિલના આઇસોલેશન વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આધેડના સંપર્કમાં આવનાર તમામનાં નમુના લેવાશે
મુંબઈથી આવેલા આધેડના સંપર્ક માં આવનાર તેની પત્ની,પુત્રી, સાળો અને આધેડના મિત્ર, તેની પત્ની અને 2 સંતાન ને સેમી આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે અને તેઓના નમૂના પણ પરીક્ષણ માટે મોકલવામાં આવશે, રાજીવનનગરની ગલીઓ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.