તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પોલીટેક્નિકના 900 વિદ્યાર્થી કરે છે ઓનલાઇન અભ્યાસ, લોકડાઉનનું ચુસ્ત પાલન સાથે અભ્યાસ ચાલુ

પોરબંદર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રખાઇ

કોરોના મહામારી સામે દેશવાસીઓ એકજુથ થઇને લડી રહ્યા છે. એ દિશામાં વિધાર્થીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વિધાર્થીઓને ઘર બેઠા ઓનલાઇન શિક્ષણ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનાં શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીઓ, ખાનગી કોલેજોના વિધાર્થીઓને અધ્યાપકો કોમ્પ્યુટરના માધ્યમથી શિક્ષિત કરી રહ્યા છે. પોરબંદરમાં આવેલી સરકારી પોલીટેકનીક કોલેજનાં 900 જેટલા વિધાર્થીઓ ઘરે બેસીને  ઓનલાઇન શિક્ષણનો લાભ લઈ રહયા હોઇ, કોરોના વોરીયર્સ બન્યા છે. સરકારી પોલીટેકનીક પોરબંદરના આચાર્ય એમ.બી. કાલરીયાએ કહ્યુ કે, લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે.

પોલીટેકનિક કોલેજમા આવેલી ડીપ્લોમાં સીવિલ ઇજનેરીના વિવિધ વિષયો જેવા કે એડવાન્સ સર્વે, બિલ્ડીંગ ડ્રોઇગ, વોટર રીશોર્સ ઈજનેરી, વગેરે જેવા અઘરા  વિષયો Google meet application ના માધ્યમ થી સીવિલ વિભાગના વડા ડો. કુકડીયા અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન રહિને શિક્ષણ આપી રહયા છે. કોમ્પ્યુટર, મીકેનીકલ,ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ સહિતના  વિભાગોમાં  900 જેટલા વિધાર્થીઓ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન એજ્યુકેશનનો લાભ મેળવી રહયા છે.

અધ્યાપક ડો.વિજયભાઇ કુકડીયાએ કહ્યુ કે, કોરોના મહામારી દરમિયાન સિવિલ વિભાગ સહિત કોલેજના તમામ અધ્યાપકો વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવાની સાથે વિધાર્થીઓને વર્તમાન વિષયો સાથે સંપર્ક રાખવા ઉપરાંત  હકારાત્મક  અભિગમ રાખીને આવનારા ભવિષ્ય માટે નિરાશા વગર આગળ વધવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગનાં અધ્યાપક સાગરભાઇ રામાણીએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર લેવાની સાથે વિધાર્થીઓ લોકડાઉનનું પાલન કરે તેની સમજ આપવામાં આવે છે. સાથે સાથે એડમોડો સાઇટ પરથી ક્વિઝ લેવામાં આવે છે. યુ ટ્યુબના માધ્યમથી વિધાર્થીઓ પ્રેકટિકલ જ્ઞાન મેળવે છે. આમ લોક ડાઉનમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો