તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પોરબંદરથી 221 શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા યુ.પી. મોકલાયા

પોરબંદર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ મારફતે ઓખા અને ત્યાંથી ટ્રેન મારફતે યુ.પી. મોકલાયા

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉન દરમ્યાન પોરબંદરથી પોતાના વતન ઉતરપ્રદેશ જવા માંગતા ૨૨૧ શ્રમિકોને ઉતરપ્રદેશ જવાની વ્યવસ્થા કરી આજે મોકલી દેવામાં આવ્યા હતા.પોરબંદરમાં મહેનત-મજદુરી કરવા આવેલા ઉતરપ્રદેશના શ્રમિકોને લાંબા લોકડાઉન બાદ વતન જવુ હોય વહીવટી તંત્ર દ્વારા આવા ૨૨૧ શ્રમિકોને આજે વતન જવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ તમામ શ્રમિકોને સરકારી ખર્ચે ૮ બસ મારફતે ઓખા મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં ઉતરપ્રદેશ સુધી જવાની વ્યવસ્થા કરી બપોરે ૨:૦૦ કલાકે જનારી ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકોને ફૂડ-પેકેટ, પાણીની બોટલ અને માસ્કની સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવી હતી તેમજ તમામના હેલ્થ ચેકઅપ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. બાદમાં રવાના કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો