ક્રાઇમ / મહિલા પીએસઆઇ ઉપર ગાડી ચડાવવાની કોશિષ કરનાર ઝબ્બે

Zabbe who tried to drive over a female PSI
X
Zabbe who tried to drive over a female PSI

  • કારમાં દારૂ ભરી ફેરાફેરી કરતો 'તો, આરોપી સહિત 4ની ધરપકડ

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ શહેરના એ ડીવીઝનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ વી.કે.ઉંજીયા સહિતના સ્ટાફ પંચેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સંદિપ ઉર્ફે સંજય કરમણ મકવાણાએ તેમના પર કાર ચડાવી મારી નાખવાની કોશિષ કરી હતી અને મહિલા પીએસઆઇને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા અને આ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી હતી અને બાતમીના આધારેથી આરોપી સંદિપ ઉર્ફે સંજયને ધોરાજીના સુપેડી ગામથી ઝડપી લીધો હતો અને પુછપરછ કરતા સંદિપે જણાવ્યું હતું કે, પંચેશ્વરમાં રહેતા ભીખા ગોગન મોરી, સરમણ હમીર કટારા અને સાગર હમીર કટારાએ પોતાનો દેશી દારૂનો જથ્થો ઉપલેટા ઇકબાલ ઉર્ફે બાપુ મહમદ હુશેન બુખારીને ત્યાં આપવા જણાવ્યું હતું અને રસ્તામાં કોઇ પણ પોલીસ આડી આવે તો ગાડી રોકતો નહી અને માથે ચડાવી દેશે કેસ થાશે તો અમે છોડાવી લેશું તેમ કહેતા આરોપી સંદિપે પીએસઆઇ પર કાર ચડાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર સહિત ચારેય શખ્સોને ઝડપ લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી