તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોડવીર:અમરેલી જિલ્લાના યુવકે સોમનાથથી અયોધ્યા સુધી દોડની શરૂઆત કરી, 21 દિવસમાં 1800 કિલોમીટરનુ અંતર કાપી અયોધ્યા પહોંચશે

વેરાવળ2 મહિનો પહેલા
 • યુવકને મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ લીલી ઝંડી આપી
 • ઘનશ્યામ સુદાણી અગાઉ પણ સતત 72 કલાક દોડી વલ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચુક્યો

જગવિખ્યાત સોમનાથ મંદિરથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણધીન ભવ્ય રામ મંદિર સુધીની અમરેલી જિલ્લાના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણીએ આજથી સોમનાથ મહાદેવના સાંનિધ્યથી પ્રારંભ કર્યો છે. આ તકે યુવકને મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. યુવક 21 દિવસમાં 1800 કિમીનું અંતર કાપી અયોધ્યા પહોંચશે.

સંકલ્પથી સિદ્ધિ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ થાય અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદેશ સાથે મૂળ અમરેલીના પીપળવા ગામના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો આજે 30 માર્ચે ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી શુભારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો દ્વારા દોડવીર યુવકનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

દોડવીર ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મંદિરથી પ્રારંભ કરેલી દોડની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રીલના રામનોવમીના દિવસે થશે. સોમનાથથી અયોધ્યા સુધીનું 1800 કિમીનું અંતર દોડવીર 21 દિવસમાં પુર્ણ કરશે. અગાઉ પણ સતત 72 કલાક દોડી ઘનશ્યામ સુદાણી વલ્ડ બુક ઓફ રેકોર્ડ મેળવી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો