વિરોધ:મનપાની એકતરફી દબાણ હટાવ કામગીરી સામે આપનો વિરોધ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રિય ગૃહમંત્રી આવતા મડદા જેવી ટાઉન પ્લાનીંગ શાખાને જીવ આવ્યો!

રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે. ત્યારે અત્યાર સુધી મડદાની જેમ રહેતી દબાણ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખાને જાણે જીવ આવ્યો હોય તેમ દબાણ હટાવની કામગીરી બતાવવા નાના દબાણો, ઝુપડપટ્ટી પર બુલડોઝર ફેરવી રહ્યા છે.

જ્યારે શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો અડીખમ ઉભા છે તેને દૂર કરવાની તો વાત છોડો આવી કામગીરી થતી અટકાવાની પણ તસ્દી લેવાતી નથી! ત્યારે દબાણ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાયદાનું મનસ્વી અર્થઘટન કરીને જે એકતરફી દબાણ હટાવની કામગીરી થઇ રહી છે તેનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. આ ઉપરાંત રાજકીય લોકો દ્વારા જે બેનરો, હોર્ડિંગ લગાવાઇ રહ્યા છે તેને મનપા મંજૂરી ન આપે. તેમ છત્તાં મંજૂરી અપાશે અને બેનરો લાગશે આમ આદમી પાર્ટી આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ કરશે તેમ તુષારભાઇ સોજીત્રાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...