તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મતગણતરી:આપનાં ઉમેદવાર 16 બેઠક પર ચૂંટણી લડ્યા, તેમાંની 10 બેઠકો ઉપર 60 ટકાથી વધુ મતદાન

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2015ની જિ. પં.ની ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો, 30 માંથી માત્ર 3 બેઠક આવી હતી
 • જિલ્લા પંચાયતની 18 બેઠકમાં 60 ટકા કરતા વધુ મતદાન થયું : આપ રાજકિય પંડિતોનાં ગણિત બગાડશે

જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. મંગળવારે સવારેથી મતગણતરી શરૂ થશે. ભાજપે જિલ્લા પંચાયતમાં વાપસી કરવા અને કોંગ્રેસે ટકી રહેવા માટે મહેનત કરી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જિલ્લા પંચાયતની 16 બેઠક ઉપર આપે પોતાનાં ઉમેદવાર ઉભા રાખ્યાં છે. રવિવારે મતદાન થયું તો નવા આંકડા સામે આવ્યાં છે. આપનાં 16 ઉમેદવાર જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

16 બેઠક પર આપનાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે તે પૈકી 10 બેઠકમાં 60 ટકા કરતા વધુ મતદાન થયું છે. ભાજપનાં ઉમેદવારવાળી 29 બેઠક પૈકી 18 બેઠકમાં 60 ટકા કરતા વધુ મતદાન થયું છે. 60 ટકા કરતા વધુ મતદાન વાળી 18 બેઠક પૈકી 9 બેઠક ઉપર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકાનાં પરિણામ બાદ જૂનાગઢ જિલ્લામાં પણ આપમાં ઉર્જાનો સંચાર થયો હતો. તેની અસર અહીં પડે તેવી શકયતા છે. સુરતમાં આપથી કોંગ્રેસને જે નુકસાન થયું છે. તેવું નુકસાન જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને થવાનું રાજકીય તજ્જ્ઞો માની રહ્યાં છે. મંગળવારનાં બપોર સુધીમાં કોનું શાસન જિલ્લા પંચાયતમાં હશે સ્પષ્ટ થઇ જશે.

આપનાં ઉમેદવારવાળી 16 બેઠક પર કેટલું મતદાન ?

બેઠકમતદાન
સરસઇ62.11
બાલાગામ62.32
મેસવાણ64.09
અમરાપુર64.64
ગડુ72.82
કુકસવાડા70.77
સાસણ64.5
મેંદરડા58.97
મજેવડી55.61
ચુડા59.22
સરદારગઢ58.99
ડુંગરપુર62.33
મુકતુપુર60
મોટી મોણપરી58.5
કાલસારી58.67
અગતરાય61.97

આપ કોંગ્રેસને નુકસાન કરશે, 25 બેઠક આવશે
કિરીટ પટેલે કહ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં ભાજપને 25 બેઠક આવશે. આપનાં ઉમેદવાર કોંગ્રેસને નુકસાન કરશે.

જૂનાગઢ જિલ્લામાં આપનો જન્મ થશે, 2 બેઠક આવશે
અતુલ શેખડાએ કહ્યું હતું કે, સુરતનાં પરિણામની અસર જોવા મળશે. જિલ્લામાં આપનો જન્મ થશે. બે બેઠક આવશે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ બહુમતીમાં બેસશે
નટુભાઇ પોકિયાએ કહ્યું હતું કે, જિલ્લામાં કોંગ્રેસને બહુમત મળશે. આપની કોઇ અસર નહી થાય કે આપને સીટ નહી મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો