મકરસંક્રાંતિનો તહેવાર માતમમાં ફેરવાયો:જૂનાગઢના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા યુવાનનો પગ લપસ્યો, એક પછી એક ચાર લોકો ડૂબ્યા, સગા ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

જુનાગઢ18 દિવસ પહેલા

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી ડૂબી ગયા હતા. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.

સગા ભાઈ-બહેનનું મોત
એક યુવક અને યુવતી કેશોદ તાલુકાના થલી ગામના રહેવાસી હતા. જેઓ સગા ભાઈ-બહેનને છે જેઓનું ડુબી જવાથી મોત થયું છે. હેતલબેન તેમજ જીતેન્દ્રગીરી નામના ભાઈ-બહેનનું મોત થયું છે. તેમજ માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામના બે સગા ભાઈઓ પણ ડુબ્યા હતા. જેમાંથી દીનેશપરી નામના યુવકનું મોત થયું છે. જ્યારે ચેતનપરી નામનો યુવક હાલ સારવાર હેઠળ છે.

એક યુવકને સારવાર હેઠળ ખસેડાયો
ભાખરવડ ડેમમાં ચારે લોકો ડુબ્યા હોવાની જાણ સ્થાનિકોને થતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. આ ઘટનાને લઇ પોલીસને જાણ કરાતા તાત્કાલિક માળિયાહાટીના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીમાં ગળકાવ થયેલા એક યુવતી સહિત ત્રણ યુવાનોને તરવૈયાઓ અને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ડુબી જવાથી એક યુવતી અને બે યુવકોના મોત થયા હતા. જ્યારે એક યુવક હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા સાંસદ રાજેશ ચુડાસમા પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મૃતકના નામ
હેતલબેન રમેશગીરી ભિખનગીરી મેઘનાથી, ઉવ 17, રહે. થલી તા. કેશોદ
જીતેન્દ્રગીરી રમેશગિરી મેઘનાથી ઉવ 21, રહે. થલી તા. કેશોદ
દીનેશપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 22 રહે. બુધેચા તા. માળીયા હાટીના
સારવાર હેઠળ
ચેતનપરી કાળુપરી ગોસ્વામી, ઉવ 25, રહે. બુધેચા તા. માળીયા હાટીના

સાસંદ સહિતનાઓ હોસ્પિટલમાં પહોંચ્યા
મકરસંક્રાતિના તહેવારમાં ભાઈ-બહેન સહિત ચાર સભ્યો ડૂબતા સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી છે. ત્યારે આ ઘટનાને લઇ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, ધારાસભ્ય દેવા માલમ, મામલતદાર, પીએસઆઇ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. મૃત્યુ પામેલ ત્રણે વ્યક્તિઓના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરી પરિવારને સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...