ફરિયાદ:આંબલીયા ગામે ઉચું વ્યાજ ચૂકવવા યુવાનને ધમકી મળી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરીટી પેટે આપેલ દાગીના અને ચેક લેવા આવશો તો મારી નાંખીશું
  • 1 વર્ષ પહેલા​​​​​​​ અઢી ટકાના વ્યાજે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા

માણાવદર પંથકનાં આંબલીયા ગામે એક યુવાનને એક વર્ષ પહેલાં રૂપિયાની જરૂર પડતા અઢી ટકાનાં વ્યાજે એક લાખ રૂપિયા લીધેલ છે. અને તેના વ્યાજનાં રૂ. 7200 દર મહિને ચૂકવે છે અને રૂ. 1 લાખની સિક્યુરીટી પેટે દાગીના અને બે ચેક આપ્યા છે. છત્તાં પણ ઉચ્ચા વ્યાજની માંગણી કરી જો ઉચું વ્યાજ ન આપો તો ચેક અને દાગીના લેવા આવશો તો જાનથી મારી નાંધવાની ધમકી આપી હતી.

માણાવદર પંથકનાં આંબલીયા ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ પાનેરાને એક વર્ષ પહેલાં રૂપિયાની જરૂર પડતા ગામમાં જ રહેતા વિજય નાથાભાઈ હાથલીયા પાસેથી રૂ.1 લાખ બેથી અઢી ટકાનાં વ્યાજનાં દરે લીધા હતા. જેની સામે વિજયએ દિનેશ પાસેથી સિક્યુરીટી પેટે બે ચેક અને સોનાના દાગીના પોતાની પાસે રાખ્યા હતા.

દર મહિને દિનેશ તેના વ્યાજનાં રૂ.7200 દર મહિને ચૂકવતો હતો. તેમ છતાં વિજયે ઉચ્ચા વ્યાજની માંગણી કરી હતી અને જો તે ન આપે તો સીક્યુરીટી પેટે આપેલા ચેક અને સોનાના દાગીના પરત મળશે નહીં. અને જો લેવા આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. જેથી દિનેશભાઈએ બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...