એસિડ ગટગટાવ્યું:જૂનાગઢમાં રીસામણે રહેલી પત્નિના વિયોગમાં યુવાને એસિડ ગટગટાવ્યું, મોત

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાના બદલે ખડ બાળવાની દવા પી લીધી, મહિલાનું મોત

કેશોદ પંથકના શેરગઢ ગામે એક મહિલાએ વાની દવાના બદલે ખડ બાળવાની દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઉપરાંત કેશોદ શહેરમાં એક મહિલાએ કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી નાંખ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં માંગરોળ પંથકનાં જૂના કોટડા ગામની સીમમાં એક અજાણ્યો યુવાન કુવાના પાણીમાં પડી ગયો હોય જેથી ડુબી જવાથી તેમનું મોત નિપજ્યું હતુ.

આ બનાવને લઈ પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી. જ્યારે જૂનાગઢમાં એક યુવાને કોઈ કારણોસર એસીડ ગટગટાવી લીધુ હતુ અને સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વધુ એક બનાવમાં એક યુવાનની પત્નિ રીસામણે હોય જેના વિયોગમાં એસીડ પી લીધુ હતુ. અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...