તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દેલવાડા દીવ રોડ ઉપર બાઇક સ્લીપ થતાં અકસ્માત, યુવાનને ગંભીર ઇજા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના-દિવ રોડ પર અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી હોય છે. રોજબરોજ થતાં નાના-મોટા અકસ્માતોના પગલે અનેક લોકોના ભોગ લેવાયા છે. થોડા દિવસ પહેલા અકસ્માતમાં પાંચ જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે રવિવારે સમી સાંજના સમયે બાઈક પર ઊના તરફ આવી રહેલા યુવાનની બાઈક સ્લિપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ યુવાન પોતાની બાઈક પર ઊના તરફ આવતો હતો. ત્યારે દેલવાડા-દિવ રોડ વચ્ચે અચાનક બાઇક સ્લીપ થતા નીચે પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. રસ્તા પરથી પસાર વાહન ચાલકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલીક સ્થળ પર દોડી જઈ યુવાનને સારવાર અર્થે ઊના હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બાઇક પર એકલો યુવાન સવારી કરી રહ્યો હતો. જેના માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં હોસ્પિટલે લાવી સારવાર હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...