વિવાદ:યુવાન પર પાઈપ અને ચપ્પુથી હુમલો, મારી નાંખવાની ધમકી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢ નજીકનાં કેરાળા ગામનો બનાવ
  • અમારી સામે કેમ જુવે છે કહ્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો

જૂનાગઢ પંથકના કેરાળા ગામે યુવાન પર પાઈપ અને ચપ્પુ વડે હુમલો કરાયા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મોબાઈલ તોડી નાંખતા ચાર શખ્સ સામે જૂનાગઢ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢના કેરાળા ગામે રહેતા કિરીટભાઈ પ્રવિણભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ કિરીટભાઈ ગામમાં દુકાને સોડા પિવા જતા હતા. એ સમયે પાદરમાં જ આરોપીઓ બેઠા હતા.

તે દરમિયાન કિરીટભાઈએ તેમની સામે જોતા વિજય બાવકુભાઈ વાંકે કહ્યું હતું કે, કેમ અમારી સામે જોવે છે બાદમાં કિરીટભાઈ જતા હતા. ત્યારે વિજયે કોલર પકડી ગાળો ભાંડી હતી. તેમજ પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

તેમજ મયુર ગટુભાઈ વાંક, વિક્રમ દળુભાઈ વાંક અને ટીલો નામના શખ્સે આવી મયુરે પોતાની પાસે રહેલ ચપ્પુથી કિરીટભાઈના શરીરે ચરકા માર્યા હતા. તેમજ વિક્રમ અને ટીલાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મોબાઈલ ફોન તોડી નાંખતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...