સમાધાનમાં સામસામે:માણાવદરમાં અગાઉની માથાકૂટના સમાધાનના પાંચ લાખ માંગી યુવાન પર હુમલો કરાયો, દસ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં એક બાઇકમાં પાઈપ વડે નુકસાન કર્યુ, જ્યારે બીજા બાઈકને સળગાવી નાંખ્યાની ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરના બહારપરા વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટની પોલીસ ફરીયાદના મનદુઃખના યુવાન પાસે સમાધાનના પાંચ લાખ રૂપિયા માંગી હુમલો કરી એક બાઇકમાં તોડફોડ કરી અને બીજું બાઈક સળગાવી નાખ્યાની ફરિયાદ થતા પોલીસે દસ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણાવદરના ગૌતમનગર વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે દિલાવર વીંગાઈ (ઉ.વ.20) ને અગાઉ વિમલ સોંદરવા સાથે માથાકૂટ થઈ હતી. જે મામલે વિમલે પોલીસ ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખી સાજીદ અને અન્ય વ્યક્તિઓએ બહારપરા વિસ્તારમાં ફટાકડા ફોડતા હતા ત્યારે વિમલ સોંદરવા, ભાવેશ ઉર્ફે ભાવિન શાંતિલાલ રાઠોડ, મના ઉર્ફે પ્રમુખ, નારણ મીઠા,પિયુષ, વિમલનો ભાઈ અને અન્ય ચાર અજાણ્યાં શખ્સોએ હથિયાર ધારણ કરી ત્યાં આવી સાજીદ પાસે સમાધાનના પાંચ લાખ માંગ્યા હતા.

જેથી સાજીદએ પૈસા આપવાની ના પાડતા ભાવેશએ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સાજીદ અને અન્ય વ્યક્તિને મારમારી એક બાઇકમાં નુકસાન કરેલ અને બીજા એક બાઈકને સળગાવી નાખ્યું હતું. આ મામલે સાજીદએ ઉપરોક્ત વિગતો સાથે ફરિયાદ કરતા પોલીસે વિમલ સહિતના શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...