માથાકૂટ:કાલે તારા ઘરમાં ચોરી કરી તી, આજે સળગાવી દેવું છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે ગઇકાલે ગામનાજ એક શખ્સ સામે એક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે તેણે ઘરધણીને ઘેર જઇ માથાકૂટ કરી બાઇક સળગાવી દીધાની ફરિયાદ પણ નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના ખડિયા ગામે કૃષ્ણનગરપરામાં રહેતા ભરતભાઇ શિવાભાઇ રાઠોડ (ઉ. 38) એ ગામનાજ ઇમરાન ઉર્ફે ઇમુડો હસનભાઇ સામે ગત તા. 10 સપ્ટે.ના રોજ સવારે 8 થી બપોરે 4 સુધીમાં પોતાના ઘરમાં ઘૂસી તીજોરીમાંથી રૂ. 7 હજારની રોકડ અને પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કર્યાની ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દરમ્યાન ઇમરાન ઉર્ફે ઇમુડા સામેજ બીજી ફરિયાદ પણ ભરતભાઇએ જ નોંધાવી છે. જેમાં તેણે ગઇકાલ તા. 11 સપ્ટે.ની સાંજે 8 વાગ્યાના અરસામાં ભરતભાઇને ઘેર જઇ કાલે તારા ઘરમાં ચોરી કરી આજે સળગાવી દેવું છે કહી બાઇક અને લાકડાનું છાપરું સળગાવી દીધું હતું. બનાવ અંગે હેડ કોન્સટેબલ ડી. બી. ભીંટે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...