ફરિયાદ:તું અમને ગમતી નથી કહી છૂટાછેડા મુદ્દે પરિણીતા સાથે માથાકૂટ, ફરિયાદ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલાઓ સાસરીયાઓનાં ત્રાસથી કંટાળી પોલીસ સ્ટેશને પહોંચી
  • સફાઈની કોઈ વાત મુદ્દે મહિલાને ઢીકાપાટુનો માર માર્યો, પતિ સામે ફરિયાદ

જૂનાગઢનાં ડુંગરપુર ગામે રહેતા પરિણીતાને ગોંડલ સ્થિત સાસરિયાઓ શારિરીક માનસિક દુ:ખ-ત્રાસ આપતા હોય. જેથી ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય એક બનાવમાં ઘરમાં સફાઈની કોઈ વાતને લઈ પરિણીતાને ઢીકાપાટુનો માર મારતા પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની વધુ તપાસ ચાલી રહી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં ડુંગરપુર ગામે રહેતા રોસનબેન કામીરભાઈ સીડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગોંડલ સ્થિત સાસરિયાઓ રોસનબેનને કહેતા હતા કે તું હમને ગમતી નથી. અને મેણાટોણા મારતા હતા. અમારે તને જોઈતી નથી. અમને છૂટાછેડા આપી દેવા આ બાબતને લઈ માથાકુટ કરી હતી. અને ગાળો ભાંડે મારકૂટ કરતા કામીર અબુભાઈ સીડા, અબુભાઈ કાસમભાઈ, રહીમભાઈ અબુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે જૂનાગઢમાં રહેતા રૂતુબેન મેહુલકુમાર બોરડે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રૂતુબેનની તબીયત બરાબર ન હોવાથી ઘરમાં સાફસફાઈ કરેલ ન હોય જેથી પતિ મેહુલને સારૂ ન લાગતા તેમણે ગાળો ભાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...